Teaser/ ઇરફાન પઠાણની ડેબ્યુ ફિલ્મ ‘કોબરા’નું ટીઝર મચાવી રહ્યું છે ધમાલ, તમે પણ જુઓ

ઇરફાન પઠાણ તુર્કીના ઇન્ટરપોલ અધિકારી તરીકેની ફિલ્મ ‘કોબરા’ માં જોવા મળશે. જ્યારે ચિયાન વિક્રમ ગણિતશાસ્ત્રીની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અત્યાર સુધી ફિલ્મનું ટીઝર 66 લાખ 46 હજારથી વધુ વખત જોવામાં આવ્યું છે.

Entertainment

ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ હવે ફિલ્મોમાં ધૂમ મચાવવા જઇ રહ્યો છે. ઇરફાન તમિલ ફિલ્મ ‘કોબરા’ થી ફિલ્મ જગતમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ ઇરફાન પઠાણની ફિલ્મ ‘કોબરા’નું ટીઝર પણ રિલીઝ થયું હતું. ટીઝરને એટલું પસંદ કરવામાં આવી રહ્યું છે કે તે યુટ્યુબ પર 6 નંબર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ઇરફાન પઠાણની ફિલ્મમાં તમિલ ફિલ્મના સુપરસ્ટાર ચિયાન વિક્રમ મુખ્ય ભૂમિકામાં છે.

ઇરફાન પઠાણ તુર્કીના ઇન્ટરપોલ અધિકારી તરીકેની ફિલ્મ ‘કોબરા’ માં જોવા મળશે. જ્યારે ચિયાન વિક્રમ ગણિતશાસ્ત્રીની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અત્યાર સુધી ફિલ્મનું ટીઝર 66 લાખ 46 હજારથી વધુ વખત જોવામાં આવ્યું છે. ચાહકો પણ ઇરફાન પઠાણને તેની પ્રથમ ફિલ્મની શુભેચ્છા પાઠવી રહ્યા છે. અજય ગનામુત્થુ ‘કોબરા’ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે.

ઇરફાન પઠાણ અને ચિયાન વિક્રમ સિવાય ફિલ્મ ‘કોબરા’ માં શ્રીનિધિ શેટ્ટી, કે એસ રવિકુમાર, મિયા જ્યોર્જ અને મૃણાલિની રવિ પણ જોવા મળશે. આપને જણાવી દઇએ કે ઇરફાન પઠાણ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે તે કોમેંટેટર તરીકે જોવા મળે છે. તેણે તેની કારકિર્દીમાં કુલ 173 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે અને 301 વિકેટ સાથે 2821 રન બનાવ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો