પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ પોતાના એક ટ્વીટને કારણે ચર્ચામાં આવી ગયો છે. ઈરફાન પઠાણે ભારત દેશ વિશે એક એવું ટ્વીટ કર્યું હતું, જેનો જવાબ તેના સાથી ક્રિકેટર અમિત મિશ્રાએ આપ્યો છે.
My country, my beautiful country, has the potential to be the greatest country on earth.BUT………
— Irfan Pathan (@IrfanPathan) April 21, 2022
ઈરફાન પઠાણે ટ્વીટ કરીને લખ્યું, ‘મારો દેશ, મારો સુંદર દેશ, પૃથ્વી પરનો સૌથી મહાન દેશ બનવાની ક્ષમતા ધરાવે છે. પણ…’ આ ટ્વીટમાં ઈરફાન પઠાણે પોતાની વાત અધૂરી છોડી દીધી હતી. તમને જણાવી દઈએ કે ઈરફાન પઠાણ હાલમાં IPL 2022માં કોમેન્ટ્રી કરી રહ્યો છે.
ઈરફાન પઠાણના આ ટ્વીટ બાદ ભારતીય લેગ સ્પિનર અમિત મિશ્રાએ જવાબ આપ્યો છે. અમિત મિશ્રાએ સીધા સીધું ઈરફાન પઠાણ પર નિશાન સાધ્યું નથી, પરંતુ તેણે ઈશારામાં પોતાની વાત રજૂ કરી છે.
My country, my beautiful country, has the potential to be the greatest country on earth…..only if some people realise that our constitution is the first book to be followed.
— Amit Mishra (@MishiAmit) April 22, 2022
અમિત મિશ્રાએ લખ્યું, ‘મારો દેશ, મારો સુંદર દેશ, તેમાં પૃથ્વીનો શ્રેષ્ઠ દેશ બનવાની ક્ષમતા છે. જ્યારે કેટલાક લોકોને ખ્યાલ આવે કે બંધારણ એ પહેલું પુસ્તક છે જેને અનુસરવું જોઈએ.
જણાવી દઈએ કે ઈરફાન પઠાણે શુક્રવારે સવારે 5.13 વાગ્યે ટ્વીટ કર્યું હતું. તો અમિત મિશ્રાએ 12:38 વાગ્યે ઇરફાન પઠાણની ટ્વીટનો જવાબ આપીને ટ્વીટ કર્યું. જો કે મિશ્રાએ ન તો પઠાણને ટેગ કર્યા છે અને ન તો રીટ્વીટ કર્યા છે, પરંતુ યુઝર્સ અમિત મિશ્રાના આ ટ્વીટને પઠાણના ટ્વીટનો જવાબ માની રહ્યા છે.
