Not Set/ શું કેપ્ટન કુલ MS ધોની નિવૃતી જાહેર કરવા જઇ રહ્યો છે ? ક્યાંરે ?

ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર અને ભારતને વર્લ્ડ ટી-20 અને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કેપ્ટન કુલ MS ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે એમએસ ધોની આજે સાંજે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. સોશિયલ મીડિયા ઉપર લોકો ટ્વિટ કરીને જણાવી રહ્યા છે કે ધોની પોતાની નિવૃત્તિની જાહેરાતને લઈને સાંજે 7 કલાકે […]

Uncategorized
MS Dhoni Wallpapers શું કેપ્ટન કુલ MS ધોની નિવૃતી જાહેર કરવા જઇ રહ્યો છે ? ક્યાંરે ?

ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર અને ભારતને વર્લ્ડ ટી-20 અને વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન કેપ્ટન કુલ MS ધોની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે એમએસ ધોની આજે સાંજે નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. સોશિયલ મીડિયા ઉપર લોકો ટ્વિટ કરીને જણાવી રહ્યા છે કે ધોની પોતાની નિવૃત્તિની જાહેરાતને લઈને સાંજે 7 કલાકે પ્રેસ કોન્ફરન્સ યોજીને કરી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના સેમીફાઇનલ મેચમાં ભારતીય ટીમની હાર બાદ મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસને લઈ ચર્ચાઓ સતત વેગ પકડ્યો હતો. સેમીફાઇનલની હાર બાદ સોશિયલ મીડિયા પર પણ ધોનીના સંન્યાસને લઈ અટકળોનો જબરદસ્ત મહોલ જોવા મળ્યો હતો. જો કે, આ મામલે ત્યારે પણ ભારતીય ક્રિકેટ બોર્ડ અને કેપ્ટન કુલે નિવૃતીનું ખંડન કર્યું હતું. પરંતુ છેલ્લી શ્રેણીમાં કેપ્ટન કુલની ગેરહાજરીએ આ અટકળોને ફરી વેગ આપ્યો છે. ત્યારે જોવાનું જ રહ્યું કે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી વાતો અફવા છે કે હકીકતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.