રાજયમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં લોકો ખરીદી કરે છે. વધતી જતી મોંઘવારીની વચ્ચે ઘણી વખત ખરીદીના કારણે લોકોનું બજેટ બગડી જાય છે. આવી સ્થિતિમાં તમારે તમારી બચતમાં મેનેજ કરવું પડશે. પરંતુ માત્ર તહેવારની ખરીદી માટે FD તોડવી, LICના પૈસા ઉપાડવા એ ફાયદાની વાત નથી. આવી સ્થિતિમાં તમારી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ છે, જેનાથી તમારી ખરીદી પણ થઇ જશે અને તમારે બચતને તોડવી પણ નહીં પડે.
તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. જો તમે નોકરી કરો છો તો જાણી લો કે બેંક પોતાના ગ્રાહકોને સેલરી ઓવરડ્રાફ્ટની સુવિધા આપે છે. આ સુવિધા હેઠળ તમે ખાતામાં જેટલી રકમ હોય તેટલી કે તેનાથી વધુ રકમ બેંકમાંથી ઉપાડી શકો છો. આમાં તમે તમારા પગારથી ત્રણ ગણા વધુ પૈસા બેંકમાંથી લઈ શકો છો. એટલે કે, ભલે તમારા ખાતામાં બેલેન્સ ન હોય, પરંતુ તમે તેનાથી વધુ પૈસા ઉપાડી શકો છો.
આ પણ વાંચો ;Covid-19 / વિશ્વને કોરોના મહામારીની મુસિબત આપનાર ચીન પોતે સંકટમાં, અહી થઇ શકે છે Lockdown
સેલરી ઓવરડ્રાફ્ટ એ બેંક દ્વારા આપવામાં આવતી લોન છે જે તમારા રેકોર્ડને જોયા પછી આપવામાં આવે છે. જેમ તમારે લોન ચૂકવવા પર વ્યાજ ચૂકવવું પડે છે, તેવી જ રીતે તમારે તેને ચૂકવવા પર વ્યાજ ચૂકવવું પડશે. પરંતુ તેનું વ્યાજ ક્રેડિટ કાર્ડ કરતાં સસ્તું છે.
જો કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં પૈસા ન હોય તો પણ તેમને એક લિમિટ સુધી પૈસા ઉપાડવાની છૂટ હોય છે. તે પૈસા તમને ઘર, એફડી અથવા વીમા પોલિસીને કોલેટરલ તરીકે રાખ્યા પછી મળી શકે છે. એટલું જ નહીં, હવે તમે ઈક્વિટી દ્વારા પણ ઓવરડ્રાફ્ટ સુવિધાનો લાભ ઉઠાવી શકો છો. આના પર કોઈ ઇન્ટરેસ્ટ-ફ્રી પીરિયડ હોતો નથી. જે દિવસથી તમે ઓવરડ્રાફ્ટ સુવિધા માટે પૈસા ઉપાડો છો ત્યારથી વ્યાજ અને ફી જોડવાનું શરૂ થાય છે.
આ ઓવરડ્રાફ્ટ પ્રી-એપ્રૂવ્ડ હોય છે અને તેની મર્યાદા નિશ્ચિત હોય છે. તમે કોઈ પણ સમયે તે લિમિટ સુધી મિનિટોમાં પૈસા ઉપાડી શકો છો. જોકે, દરેક બેંકના પોતાના અલગ-અલગ નિયમો હોય છે. ઓવરડ્રાફ્ટ સુવિધા માટે તમારે દર મહિને 1 થી 3 ટકા વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે આ લોન પર તમારે વાર્ષિક 12થી 30 ટકા વ્યાજ ચૂકવવું પડશે.
આ પણ વાંચો ;T20 World Cup / ટીમ ઈન્ડિયાની સતત બે હાર બાદ હવે ધોનીની ભૂમિકા પર પણ ઉઠ્યા સવાલ