Not Set/ ટાટાએ તેની આ કારને લઇને કરી મોટી જાહેરાત, કર્યો 80 હજાર રૂપિયાનો ઘટાડો, જાણો શું છે કારણ

ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક ટિગોરની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી દીધી છે. ટાટા ટિગોરનાં ભાવમાં 80 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કાપ તાજેતરનાં જીએસટી રેટમાં ફેરફાર થયા બાદ થયો છે. ટાટા ટિગોર ઇવી હવે XE, XM અને XT ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 11.58 લાખથી 11.92 લાખ રૂપિયાની વચ્ચે છે. આપને જણાવી દઇએ કે, […]

Tech & Auto
D banner ટાટાએ તેની આ કારને લઇને કરી મોટી જાહેરાત, કર્યો 80 હજાર રૂપિયાનો ઘટાડો, જાણો શું છે કારણ

ટાટા મોટર્સે ઇલેક્ટ્રિક ટિગોરની કિંમતમાં ઘટાડાની જાહેરાત કરી દીધી છે. ટાટા ટિગોરનાં ભાવમાં 80 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કાપ તાજેતરનાં જીએસટી રેટમાં ફેરફાર થયા બાદ થયો છે. ટાટા ટિગોર ઇવી હવે XE, XM અને XT ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે, જેની કિંમત 11.58 લાખથી 11.92 લાખ રૂપિયાની વચ્ચે છે. આપને જણાવી દઇએ કે, આ કિંમતમાં સીસીએસ અથવા ભારત સરકાર દ્વારા ફેમ 2 યોજના ઉમેરવામાં આવી નથી, જે અંતર્ગત તમામ ઇલેક્ટ્રિક કોમ્પેક્ટ સેડાન કાર પર 1.62 લાખ રૂપિયાની સબસિડી મળશે.

સબસિડી સાથે અને ટીસીએસ વિના કારની કિંમત 9.96 લાખથી 10.30 લાખ રૂપિયાની વચ્ચે પહોચે છે. કારનો બેઝ વેરિઅન્ટ 9.96 લાખની પ્રારંભિક કિંમતે અને 10.30 લાખ રૂપિયાનાં ટોપ સ્પેક વેરિઅન્ટમાં ઉપલબ્ધ હશે. જણાવી દઇએ કે ટાટા ટિગોર હજી પણ જાહેર પરિવહન માટે ઉપલબ્ધ નથી.

All the Electric Cars Available in India Today Tata Tigor EV Mahindra e2o Plus and More ટાટાએ તેની આ કારને લઇને કરી મોટી જાહેરાત, કર્યો 80 હજાર રૂપિયાનો ઘટાડો, જાણો શું છે કારણ

આપને જણાવી દઇએ કે, દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને વધારો આપવા માટે મોદી સરકારે GSTમાં મોટો ઘટાડો કર્યો છે. GSTમાં ઘટાડાથી ઈલેક્ટ્રિક વાહનો સસ્તી થશે, અને આ વચ્ચે દિગ્ગજ ઓટોમોબાઈલ્સ કંપની ટાટા મોટર્સે ગુરૂવારે પોતાની ઈલેક્ટ્રિકલ કાર ટિગોર ઈવીની કિંમતમાં 80,000 રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે.

કંપનીનાં ઇલેક્ટ્રિક પરિવહન વ્યવસાય અને કોર્પોરેટ સ્ટ્રેટેજી ચીફ શૈલેષચંદ્રનાં જણાવ્યા અનુસાર, તમામ બેટરી સંચાલિત વાહનો પર જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાના સરકારનાં નિર્ણય બાદ ટાટા મોટર્સે પોતાની ઇલેક્ટ્રિક વાહનોની કિંમત ઓગષ્ટથી 80 હજાર રૂપિયા સુધી ઓછી કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે આ કપાત ટિગોર ઇવી XE (બેઝ), XM (પ્રીમિયમ) અને XT (ઉચ્ચ) નાં તમામ મોડેલોનાં ભાવમાં કરવામાં આવશે. મુંબઈનાં શોરૂમમાં આ મોડેલોની કિંમત 12.35 લાખ રૂપિયાથી 12.71 લાખ રૂપિયાની વચ્ચે હતી, જે હવે 11.58 લાખથી 11.92 લાખ રૂપિયા થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.