અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસથી સંક્રમિત થયાના એક વર્ષ પછી વ્યક્તિને નર્વસનેસ, ડિપ્રેશન અને ઊંઘમાં તકલીફ જેવી માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
એક પ્રકાશિત થયેલા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો કોવિડ -19 થી સ્વસ્થ થયા છે તેઓએ માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ. રોગચાળાની શરૂઆતથી, વિશ્વમાં 400 મિલિયનથી વધુ લોકો અને અમેરિકામાં 70 મિલિયનથી વધુ લોકો સંક્રમિત થયા છે. અભ્યાસના વરિષ્ઠ લેખક, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ઝિયાદ અલ અલીએ જણાવ્યું હતું કે, “કોવિડ -19 ચેપના કારણે વિશ્વમાં માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓના 1,48,00,000 નવા કેસ અને યુ.એસ.માં રોગચાળાને કારણે આવા 28 લાખથી વધુ કેસો નોંધાયા હતા.
સંશોધકોએ માર્ચ 2020 અને જાન્યુઆરી 2021 વચ્ચે PCR માટે પરીક્ષણ કર્યાના ઓછામાં ઓછા 30 દિવસ પછી લોકોમાં માનસિક સ્વાસ્થ્યના જોખમનો અંદાજ કાઢવા માટે યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ વેટરન્સ વેલ્ફેરના નેશનલ હેલ્થ ડેટાબેઝના ડેટાનો ઉપયોગ કર્યો.
