Not Set/ ઇઝરાઈલમાં બે વર્ષમાં ચોથી વાર ચૂંટણી, ‘મિત્ર’ નેતન્યાહૂ પહોચી શકેશે મંજિલે…?

ઈઝરાઈલ ની જનતા છેલ્લા બે વર્ષમાં ચાર સંસદીય ચૂંટણીનો બોઝ ઉઠાવવા જઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ત્રણ વાર સામાન્ય ચુંટણી યોજાઈ ચુકી છે.

World
election 6 ઇઝરાઈલમાં બે વર્ષમાં ચોથી વાર ચૂંટણી, ‘મિત્ર’ નેતન્યાહૂ પહોચી શકેશે મંજિલે...?

ઈઝરાઈલ ની જનતા છેલ્લા બે વર્ષમાં ચાર સંસદીય ચૂંટણીનો બોઝ ઉઠાવવા જઈ રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં ત્રણ વાર સામાન્ય ચુંટણી યોજાઈ ચુકી છે. અને ફરી એકવાર રાષ્ટ્રપતિ નેતન્યાહૂનો વિરોધ ફાટી નીકળતા ચૂંટણીની નોબત આવી છે.

23 માર્ચે બે વર્ષમાં ચોથી વાર ચૂંટણીઓ યોજાશે. લોકો પીએમ નેતન્યાહૂના વિરોધમાં રસ્તાઓ પર ઉતર્યા હતા. ઇઝરાઇલના બે વર્ષમાં સંસદીય ચૂંટણીના ત્રણ દિવસ પૂર્વે શનિવારે હજારો લોકો જેરૂસલેમની સડકો પર વડા પ્રધાન બેન્જામિલ નેતન્યાહૂ સામે વિરોધ દર્શાવવા માટે ઉભા થયા હતા. વિરોધીઓએ નેતન્યાહૂના વિરોધમાં ધ્વજારોહણ કર્યા. નેતન્યાહુની અટકનો ઉપયોગ કરીને ‘બીબી ઘરે જાઓ ‘ ના નારા લગાવ્યા હતા.

Israel: Thousands protest against PM Netanyahu ahead of polls | News | DW |  21.03.2021

ઇઝરાઇલમાં કોરોના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે મંદી, ફુગાવા અને બેરોજગારી સહિતના અનેક મુદ્દાઓ પર લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ચાલુ વિરોધ પ્રદર્શનના 39 મા અઠવાડિયામાં હજારો લોકો શનિવારે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને નેતન્યાહૂ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.

More Netanyahu protests as Israel edges toward snap election - ABC News

ઇઝરાઇલમાં 23 માર્ચે બે વર્ષથી ઓછા સમયમાં ચોથી વખત ચૂંટણી યોજાવાની છે. વડા પ્રધાન બેન્જામિલ નેતન્યાહુનું ભવિષ્ય દાવ પર છે. વડા પ્રધાન નેતન્યાહૂનું ભાગ્ય આ વખતે નાના પક્ષોના હાથમાં છે, તેથી નેતન્યાહૂ માટે ફરીથી સત્તા મેળવવી અઘરી બની રહેશે.  આ ચૂંટણીને રાષ્ટ્રપતિ નેતન્યાહૂ પરના લોકમત તરીકે પણ જોવામાં આવી રહી છે. તેમણે વિશ્વના સૌથી સફળ કોરોના વાયરસ રસીકરણ અભિયાનમાંનું એકનું નેતૃત્વ કર્યું છે. જો કે, નેતન્યાહુ પર ભ્રષ્ટાચારના આક્ષેપો તેમની છબીને દૂષિત કરવાનું કામ કરી શકે છે.

Thousands of Israelis protest against Netanyahu ahead of election | Y100  WNCY | Your Home For Country & Fun | Green Bay, WI

 નેતન્યાહુની પાર્ટી 30 બેઠકો પર અટકી જશે.

ઇઝરાયલી મીડિયા સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, નેતન્યાહૂની લિકુડ પાર્ટી 120 સભ્યોની સંસદમાં 30 બેઠકો જીતી શકે છે, પરંતુ તેના ગઠબંધનના ભાગીદારોએ ફક્ત 50 બેઠકો જીતવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બીજી બાજુ, વૈચારિક રીતે અલગ પક્ષો, જે નેતન્યાહુને પદ પરથી હટાવવા માંગે છે. તે બધામાં કુલ-56-60 બેઠકો હોઈ શકે છે, જે બહુમતી કરતા ઓછી છે. નેતન્યાહુ વિરોધી સૌથી મોટી પાર્ટી, યશે એટીડ પાર્ટી 20 બેઠકો જીતી શકે છે.