Israel Gaza war/ ગાઝાના રફાહમાંથી ઇઝરાયલી સૈનિકોને સુરંગમાંથી મળ્યા બંધકોના મૃતદેહ

ઈઝરાયેલે (Israel) ગાઝા (Gaza)ના રફાહ (Rafah) વિસ્તારમાંથી છ બંધકો (hostages) ના મૃતદેહ (bodies) મળ્યા છે.

World Trending Breaking News
Cricket Tutorials YouTube Thumbnail 2024 09 02T104616.773 ગાઝાના રફાહમાંથી ઇઝરાયલી સૈનિકોને સુરંગમાંથી મળ્યા બંધકોના મૃતદેહ

Isreal News: ઈઝરાયેલે (Israel) ગાઝા (Gaza)ના રફાહ (Rafah) વિસ્તારમાંથી છ બંધકો (hostages) ના મૃતદેહ (bodies) મળ્યા છે. ઇઝરાયલી સૈનિકોને આ મૃતદેહો એક સુરંગમાંથી મળ્યા જ્યાં તેઓ હત્યાના થોડા સમય બાદ પહોંચ્યા હતા. એક અમેરિકન નાગરિક  (American Citizen) અને પાંચ ઈઝરાયલી નાગરિકો (Israel Citizen) ના મૃતદેહ મળ્યા બાદ ઈઝરાયેલમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને હજારો લોકો સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ કહ્યું કે સરકાર બંધકોને સુરક્ષિત મુક્ત કરવામાં નિષ્ફળ રહી છે. સોમવારથી દેશમાં કામદારોની હડતાળના સંકેત પણ મળી રહ્યા છે.

બંધકોની મુક્તિ માટે સરકાર કંઈ કરી રહી નથી. વિરોધ કરનારા તેલ અવીવમાં રવિવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને બેન્જામિન નેતન્યાહુની સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગુસ્સે થયેલા વિરોધીઓનું માનવું છે કે નેતન્યાહુ સરકાર માત્ર ગાઝા-ઇજિપ્ત સરહદ પર ફિલાડેલ્ફિયા કોરિડોર પર નિયંત્રણ જાળવવાનો આગ્રહ કરી રહી છે.

Israeli army recovers the bodies of six hostages from Gaza tunnel

વિરોધીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે નેતન્યાહુ સરકાર બંધકોની મુક્તિ માટે કોઈ જરૂરી પગલાં લઈ રહી નથી. બંધકોમાંથી એક ઈદાન શ્તિવીના ભાઈ ઓમરીએ કહ્યું, “નેતન્યાહુ બંધકોને મુક્ત કરવા માટે કોઈ સોદો કરવા માંગતા નથી. તેથી જ અમે તેમની સરકારના રાજીનામાની માંગ કરીએ છીએ.

તેલ અવીવમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા ગાઝામાં બંધકોની વાપસી સુનિશ્ચિત કરવા માટે હમાસ સાથે યુદ્ધવિરામની વાટાઘાટો કરવા વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની માગણી સાથે હજારો ઇઝરાયેલીઓએ રવિવારે દેશભરમાં રેલી કાઢી હતી. લગભગ 700,000 લોકોએ દેશભરના મુખ્ય રસ્તાઓ અને જંકશન પર પ્રદર્શનમાં ભાગ લીધો હતો, જેમાંથી 550,000 લોકોએ ભાગ લીધો હતો. તેલ અવીવમાં IDF હેડક્વાર્ટર અને લશ્કરી બેઝની બહાર ભાવનાત્મક પ્રદર્શનો થયા. લોકો નેતન્યાહૂ સરકારને અપીલ કરી રહ્યા છે કે બંધકોને સુરક્ષિત ઘરે લાવવા માટે બને તેટલી વહેલી તકે સમજૂતી થાય.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ પર ગયા વર્ષે 7 ઓક્ટોબરે હુમલો થયો હતો. આ હુમલામાં 1200 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે જ સમયે, હમાસે 250 થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાઝા યુદ્ધ દરમ્યાન ઇઝરાયેલમાં આતંરિક લડાઈ, PM નેતન્યાહૂ અને સંરક્ષણપ્રધાન વચ્ચે ઘર્ષણ

આ પણ વાંચો: બેન્જામિન નેતન્યાહુ માટે મુશ્કેલી વધી, ICC ઈશ્યુ કરી શકે છે ધરપકડ વોરંટ

આ પણ વાંચો: ઇઝરાયલે પોતાને હમાસની જાળમાં ફસાતા બચાવ્યું