Chandrayaan 3/ ISRO ટૂંક સમયમાં લોન્ચ કરશે ચંદ્રયાન-3, પૂર્વ ચીફ ડો. સિવને કહ્યું- આ વખતે… 

ડો. કે. સિવને કહ્યું, “ટૂંક સમયમાં ISRO ચંદ્રયાન-3ના લોન્ચની પુષ્ટિ કરશે, મને ખાતરી છે કે આ વખતે અમે સફળ થઈશું. આ મિશન માટે ચંદ્રયાન-2ના ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે અને તે આર્થિક હશે.

Top Stories India
ચંદ્રયાન-3

ઈસરો ટૂંક સમયમાં ચંદ્રયાન-3ના લોન્ચની પુષ્ટિ કરી શકે છે. આ માહિતી ઈસરોના ભૂતપૂર્વ વડા ડો. કે. સિવન દ્વારા આપવામાં આવી છે. તેમણે કહ્યું કે ઈસરો ટૂંક સમયમાં ચંદ્રયાન-3 લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ મિશન માટે માત્ર ચંદ્રયાન-2ના ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ વખતે ISRO ચંદ્રયાન-3 મિશનમાં સફળ રહેશે.

ચંદ્રયાન-2ના ઓર્બિટરનો કરવામાં આવશે ઉપયોગ

ડો. કે. સિવને કહ્યું, “ટૂંક સમયમાં ISRO ચંદ્રયાન-3ના લોન્ચની પુષ્ટિ કરશે, મને ખાતરી છે કે આ વખતે અમે સફળ થઈશું. આ મિશન માટે ચંદ્રયાન-2ના ઓર્બિટરનો ઉપયોગ કરવામાં આવશે અને તે આર્થિક હશે.

પ્રોજેક્ટ પર કોરોનાની અસર

ISROના ભૂતપૂર્વ વડાએ કહ્યું, “અમારા તમામ પ્રોજેક્ટ કોરોનાથી પ્રભાવિત થયા હતા પરંતુ તે જ સમયે ISROએ તેની વ્યૂહરચના પર કામ કર્યું, જેથી અમે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંચાલન કરી શકીએ. મહામારીએ રોકેટ લોન્ચ કરવાની નવી રીત આપી, જે દરેક મિશનમાં લાગુ કરવામાં આવશે.

તમિલનાડુમાં લોન્ચ પેડ તૈયાર થશે

તે જ સમયે, તમિલનાડુમાં 1200 એકર જમીન સંપાદન કરવા માટે ISROની મંજૂરી પર, તેમણે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું કે કેન્દ્ર સરકાર અને તમિલનાડુ સરકારે અમને કુલશેખરપટ્ટનમમાં જમીન સંપાદન માટે મંજૂરી આપી છે. ખૂબ જ ટૂંક સમયમાં અમે અહીં દેશનું બીજું લોન્ચ પેડ સેટ કરી શકીશું.”

ચંદ્રયાન-2 નિષ્ફળ ગયું હતું

ઉલ્લેખનીય છે કે,ચંદ્રયાન-1 પછી ભારતનું બીજું ચંદ્ર સંશોધન મિશન ‘ચંદ્રયાન-2’ 22 જુલાઈ, 2019 ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર ઉતરવાના હતા પરંતુ તેમ નિષ્ફળતા મળી હતી.

આ પણ વાંચો :21 સવર્ણો, 20 ઓબીસી અને 9 દલિત… યોગીની નવી કેબિનેટનું આવું છે કાસ્ટ કોમ્બિનેશન

આ પણ વાંચો :ભારત પર આ મોટું સંકટ, શ્રીલંકાની આર્થિક કટોકટીએ વધાર્યું ટેન્શન 

આ પણ વાંચો :રોડ રેજ કેસમાં નવજોત સિદ્ધુ નું વધ્યું ટેન્શન, સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો અને આદેશ સુરક્ષિત રાખ્યો

આ પણ વાંચો :અનિલ અંબાણીએ આર-ઇન્ફ્રા અને રિલાયન્સ પાવરના ડિરેક્ટર પદેથી આપ્યું રાજીનામું