Cold in Gujarat/ ગુજરાતમાં કાતિલ ઠંડી,હવામાન વિભાગે કરી આ આગાહી,આજે નલિયા બન્યું ઠંડુગાર

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.  છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લામાં  ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે

Top Stories Gujarat
Cold in Gujarat
  • આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી
  • હવામાન વિભાગની આગાહી
  • ઉત્તર અને પૂર્વ દિશાના પવન ફૂકાવાને કારણે ઠંડી વધી
  • ઉત્તર ભારત સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો
  • રાજસ્થાનના ફતેહપુર,માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ
  • નલિયા 5.8, ડીસા 9.6, કંડલા એરપોર્ટ 9.7 ડીગ્રી
  • અમદાવાદ 13.2,ગાંધીનગર 11.7, ભુજ 10 ડીગ્રી

Cold in Gujarat:   ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઇ ગઇ છે.  છેલ્લાં બે દિવસથી અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, સુરત, વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લામાં  ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી શકે છે. તેથી દરેકે પોતાની રીતે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજ પડતાની સાથે જ પવનની ગતિ વધુ તેજ બનતા ઠંડા પવનો ફૂંકાય છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારત સહિત ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ વધશે તેવી ચેતવણી હવામાન વિભાગે (imd) આપી છેે. રાજસ્થાનના ફતેપુર અને માઉન્ટ આબુમાં તાપમાન માઇન્સમાં હોવાથી ત્યાં ઠંડી ખુબ વધી છે. ગુજરાતમાં પણ ઠંડીએ ચમકારો બતાવ્યો છે. ગુજરાતના નલિયામાં  (naliya )5.8 ડિગ્રી તાપમાન હોવાથી ઠંડુગાર બન્યો છે. કંડલામાં 9.7 અમદાવાદમાં 13.2 ગાંધીનગરમાં 11.7 અને ભૂજમાં 10 ડિગ્રી નોંધાઇ છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક માટે કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.  આજ સવારથી જ અમદાવાદમાં ઠંડા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો વધ્યાનું અનુભવાઇ રહ્યું છે. રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે વહેલી સવારે ઠંડા અને સૂકા પવન ફુંકાતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઇ રહ્યા છે.રાજ્યના ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વિય પવનની અસરથી આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તર ભારતમાં ઠંડીની સાથે ગાઢ ધુમ્મસના (fog) કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ ઠંડીના કારણે ઠંડી પડી રહી હતી. બીજી તરફ મંગળવારે ધુમ્મસના કારણે હવાઈ અને રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પૂર્વ ઉત્તર પ્રદેશના ઘણા ભાગો અને ઉત્તર રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ધુમ્મસની સંભાવના છે.દિલ્હીમાં ઠંડીનું મોજુ યથાવત છે. ઠંડીથી બચવા લોકો આગને ગરમ કરતા જોવા મળ્યા હતા. IMDના જણાવ્યા અનુસાર રાજધાનીમાં આજે લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી છે.

Cold In North India/ ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો, હવામાન વિભાગે આપી આ ચેતવણી