PM કિસાન યોજના/ PM મોદી નવા વર્ષે 10 કરોડ ખેડૂતોના ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે

1 જાન્યુઆરી, 2022 ના રોજ, વડાપ્રધાન મોદી 10 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે.

Top Stories India

નવા વર્ષ પર ખેડૂતોને વડાપ્રધાન મોદી મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, તેઓ ખેડૂતોને યોજનાના દસમા હપ્તાની રકમ જાહેર કરશે. 1 જાન્યુઆરી, 2022ના રોજ વડાપ્રધાન 10 કરોડ ખેડૂત પરિવારોના બેંક ખાતામાં 20,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. આપને  જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં 1.6 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 

વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 1 જાન્યુઆરી 2022ના રોજ બપોરે 12.30 કલાકે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન ખેડૂતોના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે.

આ  પણ  વાંચો:વિવાદ / ઉત્તરપ્રદેશના પ્રસિદ્વ કવિ અકબર અલ્હાબાદીનું નામ બદલાત થયો વિવાદ,જાણો વિગત

 મહત્વનુ છે કે વડાપ્રધાન 351 FPO ખેડૂત ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાની ઇક્વિટી ગ્રાન્ટ પણ બહાર પાડશે. તેનાથી 1.24 લાખ ખેડૂતોને ફાયદો થશે. એફપીઓ સાથે વાતચીત કરવાની સાથે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન પણ કરશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર રહેશે. 

આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય આપે છે. સરકાર આ પૈસા ત્રણ હપ્તાના રૂપમાં આપે છે. એટલે કે, તમને 4 મહિનાના તફાવત પર 2000 રૂપિયાની રકમ મળે છે. આ પૈસા સીધા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધીમાં, સરકારે આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં 1.6 લાખ કરોડ રૂપિયાનું માનદ વેતન ટ્રાન્સફર કર્યું છે.

આ પણ વાંચો:કોરોના / NCPના સાંસદ સુપ્રિયા સુલે કોરોના સંક્રમિત, ટ્વિટ કરી આપી માહિતી