Not Set/ J & K માં ભારે પવન ના કારણે સર્જાઈ દુર્ઘટના

જમ્મૂ કાશ્મીરના ગુલમર્ગમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં 7  લોકોના મોત થયા છે.. ઘટના એવી બની કે ગુલમર્ગમાં ફરવા માટે ગયેલા પ્રવાસીઓ જ્યારે કેબલકાર એટલે કે ઉડનખટોલામાં જતા હતા ત્યારે ભારે પવન ફૂંકાયો અને તેને કારણે રોપવે વૃક્ષ ધરાશાયી થયું. અને તે વૃક્ષ સાથે રોપવે નો તાર બાંધેલો હતો.. જેથી અનેક ઉડન ખટોલાઓ પણ ધડાકાભેર નીચે ખાડીમાં […]

Uncategorized

જમ્મૂ કાશ્મીરના ગુલમર્ગમાં સર્જાયેલી એક દુર્ઘટનામાં 7  લોકોના મોત થયા છે.. ઘટના એવી બની કે ગુલમર્ગમાં ફરવા માટે ગયેલા પ્રવાસીઓ જ્યારે કેબલકાર એટલે કે ઉડનખટોલામાં જતા હતા ત્યારે ભારે પવન ફૂંકાયો અને તેને કારણે રોપવે વૃક્ષ ધરાશાયી થયું. અને તે વૃક્ષ સાથે રોપવે નો તાર બાંધેલો હતો.. જેથી અનેક ઉડન ખટોલાઓ પણ ધડાકાભેર નીચે ખાડીમાં પડ્યો અને તેને કારણે તેમાં સવાર 7 પ્રવાસીઓના મોત થયા.. જેમાં પતિપત્ની અને 2 બાળકોનો પણ સમાવેશ થાયછે. પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જણાવ્યું કે 15 જેટલા ઉડન ખટોલાઓને આ દુર્ઘટનામાં અસર પહોંચી છે. ઘટના બાદ તાત્કાલિક પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અને 100થી વધુ પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા.. તે 7 પ્રવાસીઓના મૃત્યુ થયા તેમાંથી બાળકો અને દંપતી દિલ્હીના શાલીમાર બાગના વતની હોવાનું જાણવા મળ્યુંછે. તો અન્ય 3 મૃતકો જમ્મૂ કાશ્મીરના ગાઈડ હતા.. ગુલમર્ગ કેબલકાર પરિયોજનામાં આ પહેલી દુર્ઘટના સર્જાઈ છે..  જો કે પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ સ્થાનિકતંત્ર પર સવાલ ઉઠાવતા કહ્યું કે જ્યારે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો તો પછી કેબલકાર નું સંચાલન કેમ બંધ કરી દેવામાં ન આવ્યું..  ગુલમર્ગમાં રજા માણવા આવેલા પરિવારજનોનું આવી રીતે દુર્ઘટનામાં મૃત્યુ થવું એ દુઃખદ બાબત છે. અને તેમના પ્રત્યે સહાનુભૂતી જ પર્યાપ્ત નથી..