ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2023ની ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને હરાવીને પાંચમી વખત ટાઇટલ જીત્યું છે. પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં વરસાદના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો, જેને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે છેલ્લા બોલે હાંસલ કરી લીધો અને 5મી વખત ચેમ્પિયન બની. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 (IPL 2023)ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ આમને-સામને છે. મેચમાં ગુજરાતે ચેન્નાઈને 215 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે વરસાદને કારણે 15 ઓવરમાં 171 થઈ ગયો હતો.
ચેન્નાઈની ટીમને જીતવા માટે છેલ્લી ઓવરમાં 13 રનની જરૂર હતી. ગુજરાત તરફથી આ ઓવર ફેંકવાની જવાબદારી મોહિત શર્માને સોંપવામાં આવી હતી. જેણે પ્રથમ બોલ પર કોઈ રન આપ્યો ન હતો. આ પછી ઓવરના બીજા બોલ પર માત્ર 1 રન આવ્યો. હવે ચેન્નાઈને 4 બોલમાં 12 રનની જરૂર હતી. ત્રીજા અને ચોથા બોલ પર પણ 1-1 રન આવ્યા. છેલ્લા 2 બોલમાં ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરૂર હતી. મોહિત શર્માની ઓવરના 5માં બોલ પર સિક્સર ફટકારીને રોમાંચ જાળવી રાખવાનું કામ રવિન્દ્ર જાડેજાએ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ચેન્નાઈની ટીમને 5મી વખત વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.ચેન્નાઇએ પાંચ વિકેટથી ગુજરાતને હરાવ્યું.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. IPL 2023ની ફાઇનલમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે રિદ્ધિમાન સાહા અને સાઇ સુદર્શનની અડધી સદીના કારણે 20 ઓવરમાં 4 વિકેટે 214 રન બનાવ્યા છે. ગુજરાત માટે સુદર્શને ટાઈટલ મેચમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. સાઈએ 47 બોલમાં 96 રન બનાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રવિન્દ્ર જાડેજા અને દીપક ચહરે 1-1 વિકેટ લીધી હતી.

