Prison act/ જેલ એક્ટ ટૂંક સમયમાં અમલમાં આવશે, કેદીઓને મળશે આધુનિક સગવડ : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ

કેદીઓને હવે આધુનિક સુવિધાઓ અને સગવડ આપવામાં આવશે. 6 માસમાં નવો મોર્ડન જેલ એક્ટ સરકાર લાવશે. અંગ્રેજોના જમાનાનો એક્ટના સ્થાને નવો એક્ટ લાગુ થશે. 

Top Stories Ahmedabad Gujarat
અજકોટ 1 3 જેલ એક્ટ ટૂંક સમયમાં અમલમાં આવશે, કેદીઓને મળશે આધુનિક સગવડ : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મહત્વનું નિવેદન
  • અમદાવાદમાં અમિત શાહે આપ્યું નિવેદન
  • 6 માસમાં નવો મોર્ડન જેલ એક્ટ સરકાર લાવશે
  • અંગ્રેજોના જમાનાનો એક્ટના સ્થાને નવો એક્ટ લાગુ થશે
  • નવો જેલ એક્ટ બનીને તૈયાર થયો છે
  • કેદીઓને અનેક આધુનિક સગવડ આપવામાં આવશે
  • મહિલા કેદીઓ માટે પણ પ્રાવધાન નવા એક્ટમાં કરાશે
  • રમત-ગમત, મનોરંજન, ટેક્નોલોજીનો કરાશે સમાવેશ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. તેમણે ઓલ ઈંડિયા પ્રિઝન ડ્યૂટી  મીટમાં ભાગ લીધી હતો. જેમાં 19 રાજયોની 1031 જેલના અધિકારીઓએ અને કર્મીઓ હાજર હતા. અમદાવાદનાં કાંકરીયા ખાતે આવેલા ટ્રાન્સસ્ટેડિયમ ખાતે યોજયેલા આ કાર્યક્રમ માં કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે જેલમાં બંધ કેદીઓની સ્થિતિ ને લઈ મોટું નિવેદન આપ્યું હતું.

તેમણે જણાવ્યુહતું કે, કેદીઓને હવે આધુનિક સુવિધાઓ અને સગવડ આપવામાં આવશે. અમદાવાદમાં અમિત શાહે એક નિવેદનમાં જણાવ્યુ હતું કે, 6 માસમાં નવો મોર્ડન જેલ એક્ટ સરકાર લાવશે. અંગ્રેજોના જમાનાનો એક્ટના સ્થાને નવો એક્ટ લાગુ થશે.  નવો જેલ એક્ટ બનીને તૈયાર થયો છે. કેદીઓને અનેક આધુનિક સગવડ આપવામાં આવશે. મહિલા કેદીઓ માટે પણ પ્રાવધાન નવા એક્ટમાં કરાશે.  રમત-ગમત, મનોરંજન, ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે.

ભારતની જેલોમાં કેદીઓની સંખ્યા વધી રહી છે અને તેમની જરૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે. જેલોની ભીડ દૂર કરવા માટે ન્યાયિક પ્રક્રિયામાં નવા સુધારાના અમલીકરણ અંગે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી.  ભારતની જેલોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતો કેસોના નિકાલ માટે લાગતો સમય ઘટાડવા માટે ન્યાયિક પ્રક્રિયામાં નવા સુધારાની હાકલ કરી રહ્યા છે. તેનાથી જેલમાં રોકાયેલા કેદીઓની સંખ્યા ઘટી શકે છે. કેદીઓની પરિસ્થિતિમાં સુધારો આવી શકે છે.

જો કે ગુજરાત રાની જેલની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં જેલમાં તે ક્ષમતા કરતાં વધુ કેદીઓ સજા ભોગવી રહ્યા છે. ગુજરાતમાં ચાર સેન્ટ્રલ જેલ, 11 ડિસ્ટ્રિક્ટ જેલ, બે મહિલા જેલ, ચાર ઓપન જેલ સહિત કુલ 32 જેલ આવેલી છે. આ તમામ જેલની કુલ ક્ષમતા 13999  કેદીઓની છે અને તેની સામે કુલ 16597 કેદીઓ છે. આમ, ગુજરાતની જેલમાં તેની ક્ષમતા કરતાં વધુ કેદીઓ સજા ભોગવી રહ્યા છે.

સેન્ટ્રલ જેલની કુલ ક્ષમતા 7740 ની ક્ષમતા સામે 9471 કેદીઓ, ડિસ્ટ્રિક્ટ જેલમાં 3529 ની ક્ષમતા સામે 4724  કેદીઓ જ્યારે સબ જેલમાં 1470  કેદીઓ સામે 2053  કેદીઓ સજા કાપી રહ્યા છે.  આ સિવાય મહિલા જેલમાં 410 ની સામે 203  કેદીઓ સજા ભોગવી રહ્યા છે.