Jaipur/ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ હવે અદાણી પાસે, 50 વર્ષ માટે લીઝ પર મેળવ્યું

અમદાવાદ, મુંબઈ બાદ હવે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અદાણીએ હવે 50 વર્ષના લીઝ પર મેળવી લીધું છે. સોમવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એરપોર્ટનું નિયંત્રણ અદાણીને સોંપી દેવામાં આવ્યું છે.

Top Stories India
jaipur international aiport

અદાણી હવે એક પછી એક એરપોર્ટનું સંચાલન પોતાના હસ્તક લઇ રહ્યું છે. અમદાવાદ, મુંબઈ બાદ હવે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ અદાણીએ હવે 50 વર્ષના લીઝ પર મેળવી લીધું છે. સોમવારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી એરપોર્ટનું નિયંત્રણ અદાણીને સોંપી દેવામાં આવ્યું છે.

એરપોર્ટ ડિરેક્ટર જે.એસ. બલ્હારાએ પ્રતીકાત્મક સ્વરૂપે અદાણી જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટની ચાવી એરપોર્ટ ચીફ ઓફિસર વિષ્ણુ ઝાને સોંપી હતી. ખાનગી ન્યૂઝ એજન્સી સાથે વાતચીત દરમિયાન બલ્હારાએ જણાવ્યું હતું કે, હવે જયપુર એરપોર્ટનું સંચાલન,ઓપરેશન, મેનેજમેન્ટ,અને ડેવલોપમેન્ટ અદાણી જૂથ દ્વારા કરવામાં આવશે.

adani jaipur જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ હવે અદાણી પાસે, 50 વર્ષ માટે લીઝ પર મેળવ્યું

નોંધનીય છે કે, અદાણી ગ્રુપ પાસે પહેલેથી છ એરપોર્ટ તો સંચાલનમાં છે જ અને હવે સાતમું એરપોર્ટ પણ આવી ગયું છે. અદાણી ગ્રુપે જુલાઈમાં મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટેકઓવર કર્યું હતું. છેલ્લા ઘણા વર્ષથી અદાણી ગ્રુપ એવિએશન સેક્ટરમાં પકડ મજબૂત કરી રહ્યું છે.

દેશના પ્રમુખ એરપોર્ટનું મેનેજમેન્ટ ખાનગી કંપનીઓને આપવા માટે વર્ષ 2019 માં બીડ મંગાવી હતી. ત્યારે અદાણી ગ્રુપે અમદાવાદ,મુંબઈ,લખનૌ,જયપુર,મેંગલોર, ગુવાહાટી અને તિરુવંતપુરમ એરપોર્ટનું મેનેજમેન્ટ અને ઓપરેશન આપવાનો નિર્ણય થયો હતો.

અદાણી ગ્રુપ હવે દેશની સૌથી મોટી AAHL કંપની બની ગઈ છે. જયપુર એરપોર્ટ મળ્યા બાદ સાત એરપોર્ટનું મેનેજમેન્ટ તેની પાસે આવી ગયું છે.