Bollywood/ માલદીવના બીચ પર આલ્યા ભટ્ટનો જલવો, ફ્રેન્ડ્સ સાથે કર્યો ‘કહો ના પ્યાર હૈ’ સોંગ પર ડાન્સ

આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમની રજાઓ ઉજવવા માટે માલદીવના દરિયા કિનારે પહોંચી છે. આલિયા ભટ્ટની તસવીરો અને રમૂજી વીડિયો સામે આવ્યા છે, જેમાં તે તેના મિત્રો સાથે ‘કહો ના પ્યાર હૈ’ સોંગ પર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે. એક વીડિયોમાં આલિયા, અનુષ્કા અને અકંશા સાથે બીચ પર કહો ના પ્યાર હૈ સોંગ પર […]

Entertainment

આલિયા ભટ્ટ આ દિવસોમાં તેમની રજાઓ ઉજવવા માટે માલદીવના દરિયા કિનારે પહોંચી છે. આલિયા ભટ્ટની તસવીરો અને રમૂજી વીડિયો સામે આવ્યા છે, જેમાં તે તેના મિત્રો સાથે ‘કહો ના પ્યાર હૈ’ સોંગ પર ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી રહી છે.

એક વીડિયોમાં આલિયા, અનુષ્કા અને અકંશા સાથે બીચ પર કહો ના પ્યાર હૈ સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો આલિયાની બેસ્ટ ફ્રેન્ડ અનુષ્કાએ શેર કર્યો છે, જેમાં ત્રણેય મસ્તી કરતી જોવા મળે છે. અનુષ્કાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર બીજો એક વીડિયો શેર કર્યો છે, જેમાં દરિયા કાંઠે ત્રણેય સ્વિમવેરમાં લંચ લેતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by FAN PAGE 🤍 (@hereforaliaabhatt)

આલિયા ભટ્ટ તેની બહેન શાહીન સાથે માલદીવના પ્રવાસ પર ગઇ છે અને તે ત્યાં એન્જોય કરતી જોવા મળી રહી છે. આલિયા ભટ્ટની ઘણી તસવીરો અને વીડિયો અત્યારે સોશિલ મીડિયા પર ચર્ચા બનાવી રહ્યા છે.

બિકીની પહેરી બીચ પર મસ્તીભર્યા અંદાજમાં નજર આવી આલ્યા ભટ્ટ, કેપ્શનમાં લખ્યું….આવું

 

View this post on Instagram

 

A post shared by not akanKsha (@akansharanjankapoor)

આ ઉપરાંત આ ત્રણેયની વધુ તસવીરો સોશિયલ મીડિયા પર દર્શાવવામાં આવી છે. આલિયાની બહેન શાહીન ભટ્ટે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર માલદીવનો સુંદર નજારો શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt)


વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા છેલ્લે છેલ્લે ફિલ્મ ‘સડક 2’ માં જોવા મળી હતી. રણબીર કપૂર સાથેની આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રિલીઝ થવાની છે. આ સિવાય તે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ કામ કરી રહી છે. આ વર્ષે આલિયાની બીજી ફિલ્મ ‘આરઆરઆર’ પણ રિલીઝ થવાની છે જેમાં જુનિયર એનટીઆર, રામચરણ અને અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.