Not Set/ જમ્મુ : તવી નદી ગાંડીતૂર બનતા ફસાયેલા લોકો માટે એરફોર્સેનું દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરની તવી નદીમાં અચાનક પાણીમાં વધારો થવાને કારણે બે વ્યક્તિ ફસાઈ ગયા હતા. જો કે તે બંને વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ બંને નિર્માણાધાર પુલની નીચે ફસાયા હતા. બચાવ કામગીરી હજી ચાલુ છે. ભારતીય સેના દ્વારા હેલિકોપ્ટરની મદદથી દોરી વડે ફસાયેલા બંને લોકોને બચાવવામાં આવ્યા હતા. #UPDATE Jammu & Kashmir: Two more […]

India

જમ્મુ-કાશ્મીરની તવી નદીમાં અચાનક પાણીમાં વધારો થવાને કારણે બે વ્યક્તિ ફસાઈ ગયા હતા. જો કે તે બંને વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ બંને નિર્માણાધાર પુલની નીચે ફસાયા હતા. બચાવ કામગીરી હજી ચાલુ છે. ભારતીય સેના દ્વારા હેલિકોપ્ટરની મદદથી દોરી વડે ફસાયેલા બંને લોકોને બચાવવામાં આવ્યા હતા.

માહિતી મળતાં જ એરફોર્સ બંનેને બચાવવા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે એરફોર્સ બચાવવા પહોંચી હતી, ઓપરેશન દરમિયાન દોરડું તૂટી ગયું હતું. જોકે, તે રાહતની વાત એ હતી કે તેમાં કોઈનું મોત નીપજ્યું નથી અને તેમાં કોઈને ઈજા પણ થઈ નથી. આ અકસ્માત પછી, એરફોર્સે ફરીથી નવી યોજના સાથે કામગીરી શરૂ કરી.

હેલિકોપ્ટર દ્વારા એક અધિકારી દોરડાની મદદથી પુલ પર નીચે ઉતરે છે અને ફસાયેલા બંને લોકોની સુરક્ષાની ખાતરી કરે છે. પુલ પર ઉતરતા, અધિકારી બંનેને બચાવવા માટે દોરડાથી સારી રીતે બાંધે છે અને ત્યારબાદ બંનેને એરલિફ્ટ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.