Not Set/ જમ્મુ-કાશ્મીર : બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઢેર, SPO શહીદ

જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. તે જ સમયે, આ એન્કાઉન્ટરમાં સ્પેશલ પોલીસ અધિકારી (એસપીઓ) શહીદ થયા છે. મંગળવારે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. પુંછ જિલ્લાનાં કૃષ્ણા ગલી સેક્ટર અને મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની કારણ વિનાની ગોળીબારીને કારણે ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો જ્યારે ભારતીય […]

India
sena jawan જમ્મુ-કાશ્મીર : બારામુલ્લા એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઢેર, SPO શહીદ

જમ્મુ-કાશ્મીરનાં બારામુલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો છે. તે જ સમયે, આ એન્કાઉન્ટરમાં સ્પેશલ પોલીસ અધિકારી (એસપીઓ) શહીદ થયા છે. મંગળવારે પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું.

પુંછ જિલ્લાનાં કૃષ્ણા ગલી સેક્ટર અને મેંઢર સેક્ટરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાનની કારણ વિનાની ગોળીબારીને કારણે ભારતીય સેનાનો એક જવાન શહીદ થયો હતો જ્યારે ભારતીય સૈનિકોએ પાકિસ્તાન આર્મીની પોસ્ટ્સને ઘણુ નુકસાન પહોંચાડ્યું હતુ. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સવારે 11.00 વાગ્યાની આસપાસ પાકિસ્તાની સૈનિકોએ નિયંત્રણ લાઇન પર નાના હથિયારોથી ગોળીબારી કરી અને મોટાર્રથી ગોળા દાગ્યા હતા.

ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. મેંઢર સેક્ટરમાં બંને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારમાં ભારતીય સેનાનો એક સૈનિક શહિદ થયો હતો. શહીદ જવાનની ઓળખ બિહારનાં રોતાસા જિલ્લાનાં ગોપે વિઘા ગામનાં રહેવાસી 36 વર્ષીય નાયક રવિ રંજન કુમાર સિંહ તરીકે થઈ છે.

પ્રવક્તાએ કહ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાની સૈનિકોની ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો અને ત્યાંની સેનાની ચોકીઓને ભારે નુકસાન પહોંચાડ્યું. ભારતીય સૈનિકોની જવાબી કાર્યવાહીમાં કેટલાક પાકિસ્તાની સૈનિકો પણ ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.