Not Set/ જમ્મુ-કાશ્મીરમાં / આતંકવાદી જાકીર મુસાના ઉત્તરાધિકારી, ગજવત-ઉલ-હિંદના સરગાના હમિદ લલ્હારી કરાયો ઠાર

ત્રાલમાં થયેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં ગજવત-ઉલ-હિંદના નેતા હામિદ લલ્હારી પણ સામેલ હતો, જેને ઠાર કરવામાં આવ્યું છે. 2016 માં સક્રિય થયેલા લલ્હારીએ જાકીર મુસા પછી આ જૂથનો હવાલો સંભાળ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે, હાલમાં જ ત્રાલમાં થયેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા […]

Top Stories India
hamid lalhari જમ્મુ-કાશ્મીરમાં / આતંકવાદી જાકીર મુસાના ઉત્તરાધિકારી, ગજવત-ઉલ-હિંદના સરગાના હમિદ લલ્હારી કરાયો ઠાર

ત્રાલમાં થયેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં ગજવત-ઉલ-હિંદના નેતા હામિદ લલ્હારી પણ સામેલ હતો, જેને ઠાર કરવામાં આવ્યું છે. 2016 માં સક્રિય થયેલા લલ્હારીએ જાકીર મુસા પછી આ જૂથનો હવાલો સંભાળ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં સેના અને પોલીસ આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે, હાલમાં જ ત્રાલમાં થયેલ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઓપરેશનમાં માર્યા ગયેલા આતંકવાદીઓમાં ગજવત-ઉલ-હિંદના નેતા હમિદ લલ્હારી પણ સામેલ હતો.  જે માર્યો ગયો છે.  2016 માં સક્રિય થયેલા લલ્હારીએ જાકીર મુસા પછી આ સંગઠનનો હવાલો સંભાળી લીધો હતો.પોલીસ અને સેનાના એનકાઉન્ટરની કાર્યવાહી બાદ જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજીપી દિલબાગસિંહે આ એનકાઉન્ટર અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે ત્રાલની એનકાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા, ત્રણેય સ્થાનિક આતંકવાદી હતા. આમાં હમીદ લલ્હારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

જાકીર મૂસા પછી, આ જૂથની કમાન્ડ હમીદ લાલહરીને આપવામાં આવી હતી, જેનાથી આ જૂથ ફરી સક્રિય થયો હતો. લાલ્હારી નાવેદ અને જુનેદ, ત્રણેય જૈશ સાથે કામ કરતા હતા. જૈશ-એ-મોહમ્મદ અને  હિઝબુલ ખીણમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

હામિદ લલ્હારીની વાત કરીએ તો તે  સૌથી મોટો અને ખતરનાક આતંકીઓમાંનો એક છે. જાકીર મુસા દ્વારા રચિત ગજવત-ઉલ-હિન્દ આતંકવાદી સંગઠનની કમાન આ સમયે  હમદ લાલ્હારીના હાથમાં હતી. જાકીર મૂસાના મૃત્યુ પછી, તેણે ફરીથી આ સંગઠનને ઉભું કર્યું અને કાશ્મીરી યુવાનોને આતંકના માર્ગ પર લાવવાનું કામ કર્યું. હમીદ લલ્હારી 2016 માં સક્રિય થયો હતો, તે કાકાપોરામાં આતંકવાદી હુમલો, પોલીસ અધિકારી ફૈયાઝ અહેમદની હત્યા અને નાગરિકો પરના ઘણા હુમલામાં સામેલ હતો. હમીદ લલ્હારી મુખ્યત્વે અવંતીપોરા અને પુલવામામાં સક્રિય હતો. હમીદ લાલ્હારી પહેલાં, જાકીર મૂસાએ કાશ્મીરમાં અલ કાયદાની કમાન્ડ સંભાળી હતી, 2017 માં તે કાશ્મીર આતંકી સંગઠનનો વડા બન્યો હતો. મે 2019 માં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળો દ્વારા તેને ઠાર કરવામાં આવ્યો હતો.

ડીજીપી દિલબાગસિંહે આ સમયગાળા દરમિયાન ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના યુવાનોને  આતંકના માર્ગે ન વધવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતુ કે, જે લોકો પાકિસ્તાનના ઇશારે ખોટા માર્ગે ચાલે છે, તેમાં સુધારો કરો અને સાચા રસ્તે પાછા આવો. હથિયાર ઉપાડવાથી કંઇ થશે નહીં, તે ફક્ત મૃત્યુનું એક સાધન છે. જો કે, તેમણે એવો દાવો પણ કર્યો હતો કે હવે આવા યુવાનોની ગતિ નોંધપાત્ર રીતે ઓછી થઈ છે, જેઓ આતંકના માર્ગ પર ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.