Not Set/ જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલની પાકિસ્તાનને ચેતવણી, કહ્યુ- હવે ન સમજ્યુ તો…

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, “અમે આતંકવાદી છાવણીઓ નાશ કરીશું અને જો તેઓ (પાકિસ્તાન) આગળ નહીં આવે તો અમે અંદર સુધી જઇશું.” સાથે જ તેમણે કહ્યું કે, હું રાજ્યની જનતાને કહેવા માંગુ છું કે પહેલી તારીખથી નવું કાશ્મીર થશે, તેમાં તેઓ હિસ્સો આપે અને તમારા રાજ્યને આગળ વધારે. રાજ્યપાલ સત્યપાલ […]

Top Stories India

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે સોમવારે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, “અમે આતંકવાદી છાવણીઓ નાશ કરીશું અને જો તેઓ (પાકિસ્તાન) આગળ નહીં આવે તો અમે અંદર સુધી જઇશું.” સાથે જ તેમણે કહ્યું કે, હું રાજ્યની જનતાને કહેવા માંગુ છું કે પહેલી તારીખથી નવું કાશ્મીર થશે, તેમાં તેઓ હિસ્સો આપે અને તમારા રાજ્યને આગળ વધારે. રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે હું યુવા પેઢીને અપીલ કરુ છુ કે, તેઓ પોતાના રાજ્યની પ્રગતિ માટે કામ કરે.

રાજ્યપાલ મલિકે મીડિયાને કહ્યું કે, યુદ્ધ એક ખરાબ વસ્તુ છે અને પાકિસ્તાને તે જાણી લેવુ જોઇએ કે તેણે કેવી રીતે વ્યવહાર કરવો જોઇએ. તેમણે એમ પણ કહ્યું હતું કે જો પાકિસ્તાને પોતાની રીતે સમજણ ન રાખી તો કાલે જે થયુ, અમે તેનાથી આગળ વધીશું. તેમનો ઇશારો જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનાં ભંગ બાદ ભારતીય સેનાનાં જવાબી કાર્યવાહીમાં પીઓકેમાં 4 આતંકવાદી લોંચ પેડ્સને નિશાન બનાવવા અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને ઠાર કર્યા પર હતો.

આર્મી ચીફ જનરલ બિપિન રાવતે ખુદ માહિતી આપી હતી કે “અમને માહિતી મળી હતી કે કેરન, તંગધાર અને નૌગામ સેક્ટરની સામે આવેલા પીઓકે વિસ્તારમાં આતંકવાદી છાવણીઓ ચાલી રહી છે. તેઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 6 થી 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.