Not Set/ #JammuKashmir/ હંદવાડામાં આતંકી હુમલામાં CRPF નાં ત્રણ જવાન શહીદ

  એક દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીરનાં હંદવાડામાં થયેલા આતંકી હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને આજે સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાન શહીદ થયા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોએ જિલ્લાનાં ક્રાલગુંદ વિસ્તારમાં આવેલા વંગામ-કજિયાબાદ ખાતે સીઆરપીએફની નાકા પાર્ટી પર ગોળીબાર […]

India
7466a116db43ca76ad3d95f6c6cbb260 2 #JammuKashmir/ હંદવાડામાં આતંકી હુમલામાં CRPF નાં ત્રણ જવાન શહીદ
 

એક દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીરનાં હંદવાડામાં થયેલા આતંકી હુમલામાં 5 સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા અને આજે સીઆરપીએફની પેટ્રોલિંગ ટીમ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાન શહીદ થયા છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.

અધિકારીઓએ જણાવ્યું કે, હુમલાખોરોએ જિલ્લાનાં ક્રાલગુંદ વિસ્તારમાં આવેલા વંગામ-કજિયાબાદ ખાતે સીઆરપીએફની નાકા પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓનાં જણાવ્યા અનુસાર આ હુમલામાં સીઆરપીએફનાં ત્રણ જવાનો સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોની શોધખોળ કરવા માટે વધારાનાં સુરક્ષા જવાનો મોકલવામાં આવ્યા છે.

નોંધપાત્ર વાત એ છે કે, રવિવારે ઉત્તર કાશ્મીરનાં રજવાર જંગલનાં એક ગામમાં આતંકવાદીઓ સાથેનાં એન્કાઉન્ટરમાં એક કર્નલ અને મેજર સહિત પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા હતા અને બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. હાલનાં વર્ષોમાં સેનાને થયેલ આ સૌથી મોટું નુકસાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.