Jamnagar News/ જામનગર હાઈવે પર ટ્રક પાછળ કાર અથડાતાં રાજકોટના કારચાલકનું મોત, ટ્રકચાલક પર જોખમી રીતે ટ્રક ઊભો રાખવાનો આક્ષેપ

જામનગર-રાજકોટ હાઈવે પર (Highway Accident)અકસ્માત. ઊભેલા ટ્રક પાછળ ક્રેટા કાર અથડાતા રાજકોટના કાર ચાલક વિશાલ ગોહેલનું સારવાર દરમિયાન મોત. ટ્રકચાલક સામે નોંંધાઈ ફરિયાદ

Gujarat Others Breaking News
Highway Accident

 Jamnagar News: જામનગર-રાજકોટ હાઈવે પર (Highway Accident) અકસ્માત સર્જાતા રાજકોટના વિશાલ ગોહેલ (ઉં.વ. આશરે 45)નું સારવાર દરમિયાન મોત થયું છે. ગત 28 સપ્ટેમ્બરે રાત્રે 11:45 વાગ્યે બનેલા આ બનાવમાં મૃતકના પુત્રએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ફલ્લા નજીક ક્રેટા કાર ટ્રક સાથે અથડાઈ

રાજકોટના કનકનગર, સંત કબીર રોડ વિસ્તારમાં રહેતા વિશાલ ગોહેલ 28 સપ્ટેમ્બરે પોતાની ક્રેટા કાર (નં. GJ-12-EE-1907) લઈને કામ અર્થે જામનગર આવ્યા હતા. રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં ફલ્લા(Phalla Jamnagar) ગામથી આગળ મહાકાલ ફાર્મ સામે હાઈવે પર રોડ વચ્ચે ઊભેલા ટ્રક (નં. GJ-04-AW-9247) પાછળ તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી.

ગંભીર ઈજા અને સારવાર

અકસ્માત(Creta Car Accident)માં વિશાલભાઈને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવની જાણ થતાં તેમના પુત્ર સહિતના પરિવારજનો જામનગર દોડી આવ્યા હતા. અકસ્માત સ્થળે તપાસ કરતાં કારને ભારે નુકસાન થયું હોવાનું અને કાર ટોટલ લોસ જેવી હાલતમાં હોવાનું જોવા મળ્યું હતું. બીજી તરફ, ટ્રકચાલક ઇનાયક કરીમ ઔપૈયા ટ્રક સાથે સોયલ ટોલનાકા પાસેથી મળી આવ્યો હતો.

ટ્રકચાલકનો દાવો અને ફરિયાદમાં આક્ષેપ

પોલીસને આપેલી વિગતો મુજબ, ટ્રકચાલકના કહેવા પ્રમાણે ટ્રકના આગળના ટાયરમાં અવાજ આવતાં તેણે ટ્રક હાઈવે વચ્ચે ઊભો રાખી ટાયર તપાસવાનું શરૂ કર્યું હતું. તે દરમિયાન પાછળથી આવેલી કાર ટ્રકના પાછળના ભાગે અથડાઈ હતી. જોકે, ફરિયાદમાં ચાલકે જાહેર માર્ગ પર જોખમી રીતે ટ્રક ઊભો રાખ્યો હોવાનો આક્ષેપ કરાયો છે.

રાજકોટ સિવિલમાં મોત

વધુ સારવાર માટે વિશાલભાઈને જામનગરથી રાજકોટ ખસેડાયા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ(Rajkot Civil Hospital)માં સારવાર દરમિયાન 1 ઓક્ટોબરે રાત્રે આઠેક વાગ્યે ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. 2 ઓક્ટોબરે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું.

જામનગર-રાજકોટ Highway Accident

મૃતકના પુત્ર શ્યામ ગોહેલ પિતાના અંતિમ સંસ્કાર અને ત્યારબાદ અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ગયા હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. હવે તેમણે ટ્રકચાલક સામે ફરિયાદ(Truck Driver Complaint) નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી છે.


આ પણ વાંચો: અમદાવાદ ફોર્ચ્યુનર અકસ્માતમાં નવો ખુલાસો: વિરલ સાથે કારમાં મિત્ર પણ હતો, અકસ્માત બાદ ભાગ્યો

આ પણ વાંચો: રાજકોટના બેડી ચોકડી પાસે એકસાથે છ ટ્રકો વચ્ચે સર્જાયો અકસ્માત, અફરાતફરીનો માહોલ, વિસ્તારમાં ચકચાર

આ પણ વાંચો: નારણપુરામાં AMTS બસ સાથે બાઇકચાલકનો ગંભીર અકસ્માત, પાછળનું ટાયર માથા પરથી ફરી વળ્યું