જામનગર/ કાલાવડનાં નાના વડાળામાં સ્કૂલબસ ફસાઈ : રેસક્યુ કરીને બચાવાયા તમામ વિદ્યાર્થીઓને

ફાયર અને ગ્રામજનોએ દોરડા વડે તેમજ JCBથી દિલધડક રેસ્ક્યુ કરી તમામ વિધાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા.

Gujarat Others
કલાવાડ

રાજ્યમાં ક્યાંક હળતો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો છે અને હજુ પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને લીધે જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નદી નાળાઓ છલકાયા છે. જેમાં કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાંથી પસાર થઈ રહેલી એક ખાનગી સ્કૂલ બસ ધસમસતા પાણીમાં તણાઈ હતી. જેને લઈને બસમાં રહેલા 9 જેટલા વિધાર્થીઓના જીવ તાળવે ચોટયા હતા. તો બીજી તરફ સ્કૂલ બસ પાણીમાં તણાઈ હોવાના અહેવાલને પગલે કાલાવડ ફાયરની ટુકડી તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી તો મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જે બાદ ફાયર અને ગ્રામજનોએ દોરડા વડે તેમજ JCBથી દિલધડક રેસ્ક્યુ કરી તમામ વિધાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા.

12.1 કાલાવડનાં નાના વડાળામાં સ્કૂલબસ ફસાઈ : રેસક્યુ કરીને બચાવાયા તમામ વિદ્યાર્થીઓને

 

12.3 કાલાવડનાં નાના વડાળામાં સ્કૂલબસ ફસાઈ : રેસક્યુ કરીને બચાવાયા તમામ વિદ્યાર્થીઓને

 

12.4 કાલાવડનાં નાના વડાળામાં સ્કૂલબસ ફસાઈ : રેસક્યુ કરીને બચાવાયા તમામ વિદ્યાર્થીઓને

ઉલ્લેખનીય છે કે, નાના વડાળા ગામમાં નદી ભરાઈ હોય તેમ ધસમસતું પાણી વહેતુ થયું હતું. ત્યારે 9 માસુમના જીવ જોખમમાં મુકાયા હતા. જો કે, સદનસીબે કોઈ જાનહાની થતા અટકી હતી. અને ફાયર તેમજ ગ્રામજનોની જહેમત તેમજ સમય સુચકતાને લીધે તમામ વિધાર્થીઓને સુરક્ષિત બહાર કઢાયા હતા. અત્રે નોંધનીય છે કે, ભારે વરસાદમાં ધસમસતા પાણી નજીક, ડેમ પાસે, કે છલકાતા નદી-નાળાઓ નજીક ન જવું જોઈએ. અને તંત્ર તેમજ સરકારે કરેલ સાવચેતીના અપીલનું પાલન કરવું જોઈએ તે જ હિતાવહ છે.

આ પણ વાંચો : ગણદેવીમાં પ્રદેશપ્રમુખ પાટીલે બે ધારાસભ્યોનાં આંતરિક વિવાદને સ્વીકારતા કરી આવી વાત….