જન્માષ્ટમી/ 400 વર્ષ પછી જન્માષ્ટમી પર 8 દુર્લભ યોગ, પૂજા-શોપિંગ માટે આ દિવસ ખાસ રહેશે

આ વખતે જન્માષ્ટમીને લઈને વિદ્વાનોમાં ઘણો મતભેદ છે, જેના કારણે કેટલીક જગ્યાએ આ તહેવાર 18 ઓગસ્ટ અને કેટલીક જગ્યાએ 19 ઓગસ્ટે ઉજવવામાં આવશે.

Dharma & Bhakti
જન્માષ્ટમી જન્માષ્ટમીઆ વખતે જન્માષ્ટમીને લઈને વિદ્વાનોમાં ઘણો મતભેદ છે, જેના કારણે કેટલીક જગ્યાએ આ તહેવાર 18 ઓગસ્ટ અને કેટલી શુભ યોગ

આ વર્ષે 19 ઓગસ્ટ, શુક્રવારના રોજ જન્માષ્ટમીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીનો સૂર્યોદય 19મી ઓગસ્ટે થશે તેથી આ દિવસે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવી જોઈએ. આ વખતે 19 ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના અવસરે 1-2 નહીં પરંતુ 8 સંપૂર્ણ શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે આ તહેવાર વધુ વિશેષ બન્યો છે. આ યોગ 400 વર્ષ પછી બની રહ્યા છે.

આ શુભ યોગો પૂજા અને ખરીદી માટે વિશેષ છે
પુરીના જ્યોતિષ પં. ગણેશ મિશ્રા અનુસાર 19 ઓગસ્ટના રોજ મહાલક્ષ્મી, બુધાદિત્ય, ધ્રુવ અને છત્ર નામના શુભ યોગો બનશે તેમજ આ દિવસે કુલદીપક, ભારતી, હર્ષ અને સતકીર્તિ નામના રાજયોગો પણ રહેશે. આટલો મોટો સંયોગ છેલ્લા 400 વર્ષમાં બન્યો નથી. આ શુભ યોગોમાં કરવામાં આવેલી પૂજા, ઉપાય અને ખરીદીના પુણ્ય ફળમાં વધુ વધારો થશે. જાણો આ યોગ વિશે વધુ…

cute kanha ji Images कृष्ण परिवार🙏 हरि बोल R.u.p.a😊 N.i.s.h.a.d -  ShareChat - भारत का अपना भारतीय सोशल नेटवर्क | 100% भारतीय एप्प !

બુધાદિત્યઃ સૂર્ય અને બુધના સંયોગથી આ શુભ યોગ બને છે. 19 ઓગસ્ટે સૂર્ય અને બુધ સિંહ રાશિમાં રહેશે. આ યોગમાં કરેલા કામમાં સફળતા મળવાની શક્યતાઓ વધુ છે.

મહાલક્ષ્મી યોગઃ 19 ઓગસ્ટે જ્યારે ચંદ્ર અને મંગળ એક જ રાશિમાં રહેશે ત્યારે આ શુભ યોગ બનશે. આ યોગમાં રોકાણ કરવું શુભ માનવામાં આવે છે.

છત્ર યોગઃ શુક્રવાર અને કૃતિકા નક્ષત્ર હોવાથી આ શુભ યોગ બનશે. આ યોગમાં નોકરી-ધંધાના કામની શરૂઆત કરવી શુભ માનવામાં આવે છે.

ધ્રુવ યોગઃ આ શુભ યોગ તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી બને છે. જ્યોતિષશાસ્ત્રમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ભારતી યોગઃ આ યોગ ગુરુ અને મંગળના સંયોગથી બની રહ્યો છે. આ પણ ખૂબ જ શુભ યોગ છે.

કુલદીપક યોગઃ આ યોગ બુધ, ગુરુ અને મંગળના સંયોગથી બની રહ્યો છે. આ યોગમાં કરવામાં આવતી પૂજા સંતાનને શુભ ફળ આપે છે.

સત્કીર્તિઃ- આ શુભ યોગમાં નોકરી-ધંધાના કામ કરવા જોઈએ, આ જ્યોતિષીઓનો મત છે.

હર્ષ યોગઃ આ પણ એક રાજયોગ છે. આ યોગમાં કરેલા શુભ કાર્યથી દરેક કાર્યમાં સફળતા મળે છે.

આસ્થા / ચંદ્રકેશ્વર મંદિર – એક અનોખું મંદિર જ્યાં પાણીમાં સમાયા છે ભગવાન શિવ