મૃતકોને દફનાવવામાં આવે છે. પરંતુ જાપાનમાં વિરુદ્ધ જોવા મળ્યું છે. કારણ કે જાપાનના યોકોહામામાં 5 સ્ટાર હોટેલ છે, જ્યાં મૃત લોકોને જીવતા નહીં પણ શબને રાખવામાં આવે છે.
આ હોટલમાં આ રીતે રાખે છે મૃત શરીરને
જાપાનમાં ઘણી જગ્યાએ કબ્રસ્તાનોનો અભાવ છે. જેના કારણે લોકોએ કબરો ચાર દિવસ પહેલા બૂક કરાવવી પડે છે. આ હોટલમાં મૃત વ્યક્તિને દફન કરતા પહેલા અહીં લાવવામાં આવે છે. આવું કરવા પાછળનું આ જ કારણ છે.

વાત એ છે કે ઘણા સ્થળોએ લોકોના શબથી પૈસા કમાવવાનો નવો ધંધો શરૂ થયો છે. એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં શબને રાખવા માટે હોટલ બનાવવામાં આવી છે અથવા કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં શબ રાખવામાં આવી છે.

એક દિવસનો ભાડુ 12000 યેન
આ હોટલનું નામ ‘લાસ્ટેલ’ છે જ્યાં શબને રાખવાનો એક દિવસનો ભાડુ આશરે 12000 યેન છે હિસાયોશી તેરામુરા પહેલા કબરો સાથે જોડવામાં આવ્યા હતા પરંતુ બાદમાં તેની હોટલ ખોલવામાં આવી હતી જ્યાં લાશો રાખી શકાય છે અને તેના બદલામાં પૈસા વસૂલ કરી શકાય.
આ હોટલમાં પરિવારને રાખવા માટે તમારે 7000 રૂપિયા ચુકવવા પડશે. આ હોટેલમાં મૃતકોની સંભાળ માટે સ્વચ્છતા, ફ્રીઝર જેવી સુવિધા આપવામાં આવી છે. અહીં એક સમયે 18 મૃત મહેમાનો રાખવામાં આવ્યા છે. જ્યાં સુધી તેમને સમાધિમાં કોઈ સ્થાન ન મળે ત્યાં સુધી તેને રાખવામાં આવે છે.
