IND vs SA/ ભારતને મોટો ફટકો, બુમરાહ ઈજાને કારણે મેદાનમાંથી આઉટ

ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. જસપ્રીત બુમરાહને બોલિંગ કરતી વખતે પગની ઘૂંટી વળી ગઈ હતી.

Sports
bumrah ભારતને મોટો ફટકો, બુમરાહ ઈજાને કારણે મેદાનમાંથી આઉટ

દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહને ઈજાના કારણે મેદાન છોડવું પડ્યું હતું. જસપ્રીત બુમરાહને બોલિંગ કરતી વખતે પગની ઘૂંટી વળી ગઈ હતી.

જ્યારે જસપ્રિત બુમરાહ ઇનિંગની 11મી ઓવર ફેંકી રહ્યો હતો, ત્યારે ફોલો-થ્રુ દરમિયાન તેની પગની ઘૂંટી વળી ગઈ હતી. જસપ્રીત બુમરાહ તરત જ પીડામાં જમીન પર સૂઈ ગયો. જે બાદ ભારતીય ટીમનો ફિઝિયો તરત જ મેદાન પર દોડી ગયો હતો.

તે પછી જસપ્રિત બુમરાહ પોતાની ઓવર પૂરી કરી શક્યો ન હતો અને મેદાન છોડી ગયો હતો. ડ્રેસિંગ રૂમમાં પણ જસપ્રીત બુમરાહ દર્દથી રડતો જોવા મળ્યો હતો.

બીસીસીઆઈ દ્વારા જસપ્રીત બુમરાહને લઈને પણ માહિતી આપવામાં આવી છે. બીસીસીઆઈએ કહ્યું કે બુમરાહના જમણા પગની ઘૂંટીમાં મચકોડ આવી ગઈ છે અને હાલમાં મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. જસપ્રિત બુમરાહની જગ્યાએ શ્રેયસ ઐય્યર ફિલ્ડિંગ કરી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો બની શકે છે. પ્રથમ દાવમાં બુમરાહે આફ્રિકાને પ્રારંભિક ઝટકો આપ્યો હતો. આ સિવાય 2018ના પ્રવાસમાં પણ જસપ્રીત બુમરાહનો રેકોર્ડ શાનદાર રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે ભારતે સાઉથ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 327 રન બનાવ્યા છે. ત્રીજા દિવસે ભારતે 272-3થી શરૂઆત કરી હતી, પરંતુ બાદમાં 49 રનની અંદર તેની 7 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી વાઇસ કેપ્ટન કેએલ રાહુલે 123 રનની ઇનિંગ રમી હતી.

ત્રીજા દિવસનું બીજું સત્ર પણ પૂરું થઈ ગયું છે, આ સત્રમાં દક્ષિણ આફ્રિકાએ વળતો પ્રહાર કર્યો છે. પરંતુ અંતે ભારતને બીજી સફળતા મળી. દક્ષિણ આફ્રિકાનો સ્કોર હવે 109/5 છે. ભારત માટે રાહતની વાત છે કે જસપ્રીત બુમરાહ મેદાનમાં પરત ફર્યો છે.

Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?