Cricket News: જય શાહે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી તરીકે કામ કર્યા બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પ્રમુખ તરીકેનો કાર્યકાળ શરૂ કર્યો છે. જય શાહ આ વર્ષે ઓગસ્ટમાં ICC પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. આ પદ સંભાળનાર તેઓ સૌથી યુવા પ્રમુખ છે. ICCએ રવિવારે આ જાણકારી આપી.
જય શાહે ગ્રેગ બાર્કલેનું સ્થાન લીધું છે જે નવેમ્બર 2020 થી ICC પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. ICC પ્રમુખ તરીકેના તેમના પ્રથમ નિવેદનમાં, જય શાહે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટના સમાવેશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મહિલા રમતના વિકાસને પ્રાથમિકતા આપી. જય શાહે આઈસીસીના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ ગ્રેગ બાર્કલેનો છેલ્લા ચાર વર્ષમાં તેમના યોગદાન માટે આભાર માન્યો હતો. શાહે કહ્યું કે, હું ગ્રેગ બાર્કલેના છેલ્લા ચાર વર્ષમાં તેમના નેતૃત્વ અને તે સમયગાળા દરમિયાન હાંસલ કરેલી સિદ્ધિઓ માટે આભાર માનું છું.
A new chapter of global cricket begins today with Jay Shah starting his tenure as ICC Chair.
Details: https://t.co/y8RKJEvXvl pic.twitter.com/Fse4qrRS7a
— ICC (@ICC) December 1, 2024
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહના પુત્ર જય શાહની ક્રિકેટ એડમિનિસ્ટ્રેટર બનવાની સફર 2009માં શરૂ થઈ હતી. તેણે અમદાવાદમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટના એક્ઝિક્યુટિવ મેમ્બર તરીકે કામ શરૂ કર્યું. ત્યારબાદ, સપ્ટેમ્બર 2013 માં, તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના સંયુક્ત સચિવ બન્યા અને તેમના પિતા અને તે સમયના GCA પ્રમુખ સાથે કામ કર્યું.
શાહને બીસીસીઆઈમાં જોડાતાં વધુ સમય ન લાગ્યો. તેઓ સૌપ્રથમ 2015માં બોર્ડની ફાઇનાન્સ અને માર્કેટિંગ કમિટીના સભ્ય બન્યા અને પછી ઓક્ટોબર 2019માં BCCIના સૌથી યુવા સચિવ બન્યા. બીસીસીઆઈ સેક્રેટરી તરીકેના તેમના પ્રથમ કાર્યકાળમાં, તેમણે સૌરવ ગાંગુલી સાથે નજીકથી કામ કર્યું, જ્યારે તે પછી તેમણે રોજર બિન્ની સાથે કામ કર્યું. તે જાણીતું છે કે બિન્ની હાલમાં બીસીસીઆઈ પ્રમુખ છે. બીસીસીઆઈ સેક્રેટરી તરીકે શાહનું સૌથી મોટું કામ 2022 સુધીમાં પાંચ વર્ષ માટે આઈપીએલના મીડિયા અધિકારોને રૂ. 48,390 કરોડમાં વેચવાનું હતું. આનાથી પ્રતિ મેચ મૂલ્યના આધારે નેશનલ ફૂટબોલ લીગ (NFL) પછી IPL બીજી સૌથી મૂલ્યવાન રમત લીગ બની ગઈ.
જય શાહ માત્ર BCCI પૂરતા મર્યાદિત ન હતા. જાન્યુઆરી 2021માં તેમને એશિયા ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની નેતૃત્વ કૌશલ્યને જોતા શાહને આ વર્ષે જાન્યુઆરીમાં ફરી એકવાર આ જવાબદારી સોંપવામાં આવી હતી. નવેમ્બર 2022 માં, જય શાહ ICCની શક્તિશાળી નાણાકીય અને વાણિજ્યિક બાબતોની સબ-કમિટીના વડા બન્યા. શાહે કોમનવેલ્થ ગેમ્સ જેવી ઈવેન્ટ્સમાં ક્રિકેટને સામેલ કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પણ વાંચો:શું IPL 2024નો બીજો તબક્કો ભારતની બહાર રમાશે? BCCI આ દેશને ફરી આપી શકે છે તક
આ પણ વાંચો:આ વર્ષ જ નહી, ધોની હજી બે-ત્રણ વર્ષ IPL રમે તો આશ્ચર્ય ન પામતાઃ કુંબલે
