Politics/ બંગાળ ચૂંટણીમાં મમતાનો સાથ આપવા જયા બચ્ચન મેદાનમાં ઉતર્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 નાં ​​ત્રીજા તબક્કા માટે 6 એપ્રિલનાં રોજ મતદાન થશે. અત્યાર સુધી યોજાયેલા બે રાઉન્ડનાં મતદાનમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ વિજય પોતાની થવાનો દમ મારી રહ્યા છે.

Top Stories India
1 55 બંગાળ ચૂંટણીમાં મમતાનો સાથ આપવા જયા બચ્ચન મેદાનમાં ઉતર્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021 નાં ​​ત્રીજા તબક્કા માટે 6 એપ્રિલનાં રોજ મતદાન થશે. અત્યાર સુધી યોજાયેલા બે રાઉન્ડનાં મતદાનમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીઓ વિજય પોતાની થવાનો દમ મારી રહ્યા છે. દરમિયાન, ટીએમસીએ બાકીનાં 5 વધુ તબક્કાનાં મતદાન માટે સ્ટાર પ્રચારક અને સમાજવાદી પાર્ટીનાં સાંસદ જયા બચ્ચનને મેદાનમાં ઉતાર્યા છે. જયા બચ્ચન કોલકાતા પહોંચી ગયા છે અને તે આજે બાબુલ સુપ્રિયો સામે ચૂંટણી પ્રચાર કરશે.

1 56 બંગાળ ચૂંટણીમાં મમતાનો સાથ આપવા જયા બચ્ચન મેદાનમાં ઉતર્યા

બોલિવૂડમાં કોરોના વિસ્ફોટ / અક્ષયની ફિલ્મ ‘રામસેતુ’ નાં સેટ પર 45 જુનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ

આ વખતે બંગાળમાં, ટોલીગંજ બેઠક ખૂબ જ ચર્ચામાં છે. ટીએમસીનાં ત્રણ વખતનાં ધારાસભ્ય અરૂપ વિશ્વાસ સામે, ભાજપે કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોને તેના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. એવું માનવામાં આવે છે કે આ બંને વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની છે. ટોલીગંજ બંગાળી સિનેમા માટે જાણીતી છે. સુપ્રિયો એક મોટા ગાયક છે અને તેમના ગીતો બંગાળ ફિલ્મોમાં પણ લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, તેઓ વિશ્વાસ વિરુદ્ધ સખત સ્પર્ધા આપી શકે છે. ખાસ વાત એ છે કે સુપ્રિયો બંગાળનાં ભાજપનાં સાંસદ છે. તેમ છતા તેમને વિધાનસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

1 57 બંગાળ ચૂંટણીમાં મમતાનો સાથ આપવા જયા બચ્ચન મેદાનમાં ઉતર્યા

બેકાબુ કોરોના / હવે રાજસ્થાનમાં કોરોના નેગેટિવ રિપોર્ટ વિના એન્ટ્રી પર પ્રતિબંધ, નિયમન હજુ પણ કડક થવાના સંકેત

આપને જણાવી દઈએ કે, તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનર્જીએ તાજેતરમાં બંગાળમાં તમામ વિપક્ષી પાર્ટીઓને ભાજપ સામે એક થવાની અપીલ કરી હતી. આ અંતર્ગત જયા બચ્ચન પ્રચાર માટે મેદાનમાં ઉતરી રહ્યા છે. તાજેતરમાં સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો અખિલેશ યાદવે પણ કહ્યું હતું કે તેમની પાર્ટી બંગાળમાં ટીએમસી માટે પ્રચાર કરશે. જયા પોતે બંગાળનાં છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે મમતા બેનર્જીને આનો લાભ મળી શકે છે. જણાવી દઇએ કે, જયા બચ્ચનનું કોલકાતા આગમન ગત મહિને સપાનાં વડા અખિલેશ યાદવનાં નિવેદનની સાથે પણ જોડાયેલું છે, જેમાં તેમણે કહ્યું હતું કે, તેમનો પક્ષ ટીએમસી માટે પ્રચાર કરશે. સપા પ્રમુખે કહ્યું હતું કે, ભાજપ બંગાળમાં નફરતની રાજનીતિ કરી રહી છે અને તેમનો પક્ષ આ થવા નહીં દે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ