Marriage/ જયદેવ ઉનડકટ ક્લીન બોલ્ડ બાય રિની – માંડ્યા પ્રભુતામાં પગલા

સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમનાં કેપ્ટન જયદેવ ઉનડકટે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરી લીધા છે. આ બાબતે બંનેમાંથી કોઈના પણ સોશિયલ

Sports Videos

સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમનાં કેપ્ટન જયદેવ ઉનડકટે પોતાની મંગેતર રિની સાથે આણંદના મધુબન રિસોર્ટમાં લગ્ન કરી લીધા છે. આ બાબતે બંનેમાંથી કોઈના પણ સોશિયલ મીડિયામાં જાણ કરવામાં આવી ન હતી. કપલે આ ફંક્શન એકદમ પ્રાઇવેટ રાખ્યું હતુ. જેમાં માત્ર નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું.

સૌરાષ્ટ્રની ટીમના કેટલાક ખેલાડીઓએ સંગીત સેરેમનીના ફોટોઝ શેર કર્યા હતા. હોટલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર લગ્નમાં આશરે 50 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે.જયદેવે સંગીત સેરેમનીમાં રિની માટે ખાસ સ્પીચ તૈયાર કરી હતી. તેણે કહ્યું હતું કે, પ્રપોઝ કરતી વખતે હું ધોની સામે છેલ્લી ઓવરમાં બોલિંગ કરતી વખતે હોવ એનાથી વધારે નર્વસ હતો.

જુઓ સંપૂર્ણ વિગતો સાથેનો આ વીડિયો અહેવાલ –  જયદેવ ઉનડકટ ક્લીન બોલ્ડ બાય રિની

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…