result/ JEE એડવાન્સનું પરિણામ જાહેર,અમદાવાદની તનિષ્કા કાબરા મહિલા કેટેગરીમાં દેશમાં ટોપર

આજે દેશભરમાં JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર બની છે. પ્રથમ નંબર લાવીને તનિષ્કા કાબરાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે

Top Stories Gujarat
3 26 JEE એડવાન્સનું પરિણામ જાહેર,અમદાવાદની તનિષ્કા કાબરા મહિલા કેટેગરીમાં દેશમાં ટોપર

આજે દેશભરમાં JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર બની છે. પ્રથમ નંબર લાવીને તનિષ્કા કાબરાએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. 360 માંથી 277 માર્ક મેળવી તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે.આર.કે. શિશિર દેશમાં JEE એડવાન્સમાં પ્રથમ ક્રમે આવ્યો છે. તેણે 360 માંથી 314 માર્ક મેળવી શિશિરે ઓલ ઇન્ડિયા રેંન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે

IIT સંસ્થાનોમાં પ્રવેશ માટે JEE એડવાન્સ લેવાય છે આ JEE એડવાન્સનું પરિણામ જાહેર થયું છે. જેમાં JEE એડવાન્સ પેપર1-2 માં કુલ 155538 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. 40712 વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ ક્લિયર કરી છે. 6516 મહિલા ઉમેદવારોએ JEE એડવાન્સ ક્લિયર કરી છે. જે માટે 12 સપ્ટેમ્બરથી કાઉન્સેલિંગ પ્રક્રિયા શરુ થશે. આ પરિણામમાં ગુજરાતની તનિષ્કા કાબરા બની સમગ્ર દેશમાં મહિલા ટોપર 277 માર્ક મેળવી, તનિષ્કા કાબરા સમગ્ર દેશમાંથી મહિલા કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી છે.