Not Set/ ઝારખંડ જીત બાદ મમતા બેનર્જીએ શરદ પવાર અને વિપક્ષોને કર્યુ આવું આહવાન

“ચાલો આપણે બધા મળીને  આપણી લોકશાહીને બચાવવા વિરોધની એક સમક્ષમ યોજના બનાવીએ” આ શબ્દો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં. જી હા, ઝારખંડમાં ભાજપની પીછેહટ પછી મમતા બેનર્જીએ એનસીપીના પ્રમુખ શરદ પવારને પત્ર લખીને કહ્યું છે કે, #સિટિઝનશીપ એડિમેન્ટમેન્ટ મામલે બધા જ વિપક્ષોએ એક થઇને વિરોધની કોઇ સક્ષમ યોજના બનાવવી જોઇએ અને આ માટે મમતા […]

Top Stories India
mamta pawar ઝારખંડ જીત બાદ મમતા બેનર્જીએ શરદ પવાર અને વિપક્ષોને કર્યુ આવું આહવાન

“ચાલો આપણે બધા મળીને  આપણી લોકશાહીને બચાવવા વિરોધની એક સમક્ષમ યોજના બનાવીએ” આ શબ્દો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનાં. જી હા, ઝારખંડમાં ભાજપની પીછેહટ પછી મમતા બેનર્જીએ એનસીપીના પ્રમુખ શરદ પવારને પત્ર લખીને કહ્યું છે કે, #સિટિઝનશીપ એડિમેન્ટમેન્ટ મામલે બધા જ વિપક્ષોએ એક થઇને વિરોધની કોઇ સક્ષમ યોજના બનાવવી જોઇએ અને આ માટે મમતા બેનર્જી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

મમતે બેનર્જી દ્વારા આ મામલે વિપક્ષોને એકજૂટ કરી શકે તેવા મુસ્તદ્દી રાજનેતા અને NCPનાં પ્રમુખ શરદ પવારને પંસદ કરી કહેવામાં આવ્યું છે. કારણ છે કે હાલમાં જ દેશ અને દુનિયાએ તે જોઇ લીધુ છે કે કેવી કુનેહ અને શાંતી સાથે શરદ પવારની રણનીતિએ ભાજપનાં મહારથીઓને હાર આપી હતી. અને કેવા કપરા સંજોગોમાં પણ શરદ પવાર દ્વારા મેદાન મારી લેવામાં આવ્યું હતું. તો સામે ઝારખંડની ચૂંટણીમાં કોંગ્રેસ-જામુમોની જીત થતા શરદ પવાર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે, આ પરિણામ એટલે લોકો દ્રારા બિન-ભાજપ પક્ષોને આવકાર છે.

આપને એ પણ જણાવી દઇએ કે, પોતાનાં એક વક્તવ્યમાં કહ્યું હતું કે, આજે દુનિયા એક પરિવાર બની ગઈ છે, જ્યાં દરેક જણ બધાને પ્રેમ કરે છે – આ આપણી દ્રષ્ટિ છે. જો આ દ્રષ્ટિ ખોવાઈ જાય તો બધું ખોવાઈ જાય છે. આજે લોકો ચિંતિત છે કે, આપણા લોકશાહી, મૂળભૂત અને બંધારણના અધિકાર રહેશે કે નહીં. મને લાગે છે કે, અમારા અધિકારો રહેશે. ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જી #સિટિઝનશીપ એડિમેન્ટમેન્ટ મામલે સંબોઘન કરી રહ્યા હતા. એ જગજાહેર છે કે, મમતા શરુઆતથી જ  CAA અને NRCની વિરુધ છેે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.