કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા દોષિત જાહેર થયા છે. જેની ગુરુવારે સજાની સુનાવણી થશે. દિલ્હીની સ્પેશયલ CBI કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા, પૂર્વ કોલસા સચિવ એસચી ગુપ્તા, ઝારખંડના પૂર્વ મુખ્ય સચિવ અશોક કુમાર બાસુ તેમજ એક અન્ય વ્યક્તિને ગુનાખોરી અને સેક્શન-120 બી, 420 અને ધારા 409 અનુસાર દોષી ઠેરવ્યા છે. જેઓને ગુરુવારે સજા સંભળાવવામાં આવશે.આ કેસ ઝારખંડમાં રાજહરા ઉત્તરી કોલસા બ્લોકની ફાળવણીમાં અનિયમિતતા સાથે જોડાયેલ છે. આ બ્લોકની ફાળવણી કોલકત્તામાં આવેલ વિની આયરન અને સ્ટીલ ઉદ્યોગ લિમિટેડને કરવામાં આવી હતી. આ કેસમાં કોડાને આજીવન કારાવાસની સજા થઈ શકે છે.
Not Set/
ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા કોલસા કૌભાંડમાં દોષિત જાહેર
કોલસા કૌભાંડમાં ઝારખંડના પૂર્વ સીએમ મધુ કોડા દોષિત જાહેર થયા છે. જેની ગુરુવારે સજાની સુનાવણી થશે. દિલ્હીની સ્પેશયલ CBI કોર્ટે ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા, પૂર્વ કોલસા સચિવ એસચી ગુપ્તા, ઝારખંડના પૂર્વ મુખ્ય સચિવ અશોક કુમાર બાસુ તેમજ એક અન્ય વ્યક્તિને ગુનાખોરી અને સેક્શન-120 બી, 420 અને ધારા 409 અનુસાર દોષી ઠેરવ્યા છે. જેઓને ગુરુવારે […]
