Not Set/ જ્હોન અબ્રાહમ દ્વારા અભિનીત સત્યમેવ જયતે-2 નું ટ્રેલર થતાં જ સોશિયલ મીડિયા પર મિમ્સની મચી ધૂમ

ટ્રેલરમાં જ્હોનને અન્યાય, ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરઉપયોગ સાથે મિશન પર લડતા દેખાઈ રહ્યા છે. ટ્રેલર રીલીઝ થતાની સાથે જ લોકોએ જોશભેર સ્વાગત કર્યું છે અને સોશિયલ મીડિયા પર લોકો જોરદાર મિમ્સ બનાવી રહ્યા છે.

Entertainment
memes viral જ્હોન અબ્રાહમ દ્વારા અભિનીત સત્યમેવ જયતે-2 નું ટ્રેલર થતાં જ સોશિયલ મીડિયા પર મિમ્સની મચી ધૂમ

જ્હોન અબ્રાહમ દ્વારા અભિનીત સત્યમેવ જયતે-2 નું ટ્રેલર સોમવારે રીલીઝ થયું છે ત્યારથી ટ્વીટર પર લોકોના રીએક્શન આવવાના શરુ થઇ ગયા છે. ટ્રેલરમાં જ્હોન ખતરનાક એક્શન અને સ્ટંટથી ભરપૂર સીનની સાથે ત્રિપલ ભૂમિકા ભજવી રહ્યા છે. જેમાં દિવ્યા ખોસલાકુમાર પણ છે. ફિલ્મ હાઈ ઓક્ટેન એક્શન,ડ્રામા છે. ટ્રેલરમાં જ્હોનને અન્યાય, ભ્રષ્ટાચાર અને સત્તાના દૂરઉપયોગ સાથે મિશન પર લડતા દેખાઈ રહ્યા છે. ટ્રેલર રીલીઝ થતાની સાથે જ લોકોએ જોશભેર સ્વાગત કર્યું છે અને સોશિયલ મીડિયા પર લોકો જોરદાર મિમ્સ બનાવી રહ્યા છે. મિલાપ જવેરી દ્વારા નિર્દેશિત સત્યમેવ જયતે-2 25 નવેમ્બરના રોલ રીલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મમાં દિવ્યા ખોસલા કુમાર, રાજીવ પિલ્લાઇ, નોરા ફતેહી અને અનુપ સોની છે.