Politics/ દેશની સરકારને જીગ્નેશ મેવાણીએ ગણાવી ગદ્દાર, જાણો શું છે કારણ?

ગુજરાતનાં વડગામનાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ટ્વીટ મારફતે ફરી કટાક્ષ કર્યો છે. જીગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છેે…

Top Stories Gujarat Others

ગુજરાતનાં વડગામનાં અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકાર પર ટ્વીટ મારફતે ફરી કટાક્ષ કર્યો છે. જીગ્નેશ મેવાણીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વીટ કરતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છેે અને તેને ગદ્દારની શ્રેણીમાં હોઇ શકે તેવો ઉલ્લેખ પણ કર્યો છે.

દિલ્હી / સંસદનું ચોમાસું સત્ર આજથી શરૂ થશે,અમુક મુદ્દાઓ પર વિપક્ષ સરકારને ઘેરી લેવાની પૂરી તૈયારીમાં

જીગ્નેશ મેેવાણીએ લખ્યુ કે, જ્યારે દેશની સરકાર પોતે જ પત્રકારો, ન્યાયાધીશો અને પોતાની જ પાર્ટીનાં મંત્રીઓની જાસૂસી કરી રહી છે, તો પછી તે દેશ સાથે ગદ્દારી નથી તો બીજુ શું છે? ગઈકાલે વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો હતો, તે સ્પષ્ટ છે કે ભારત સરકાર જાસૂસી દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સાથે પણ રમી રહી છે. શરમજનક!

કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ Pegasus સ્પાઇવેર કેસને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘અમને ખબર છે કે’ તે ‘શું વાંચે છે, જે પણ તમારા ફોનમાં છે.’ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લીગલ કોમ્યુનિટીથી સંબંધીત લોકો, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, કાર્યકરો અને અન્ય લોકોની સંખ્યા આ સૂચિમાં શામેલ છે. આ સાથે કહ્યું કે, આ સૂચિમાં 300 થી વધુ ભારતીય મોબાઇલ નંબરો છે.

રાહતનો શ્વાસ / દેશમાં કોરોનાનાં કેસ અને મોતનાં આંકમાં ઘટાડો, આગામી 100 થી 125 દિવસ નિર્ણાયક

સીપીઆઈ નેતા બિનોય વિશ્વમ, આરજેડી સાંસદ મનોજ ઝા, આપ સાંસદ સંજય સિંહ અને અન્ય ઘણા સાંસદોએ સંસદનાં ઉચ્ચ ગૃહમાં આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે. તેમણે કહ્યું હતું કે તેઓ ચોક્કસપણે ગૃહમાં આ મુદ્દો ઉઠાવશે. આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં, આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા પત્રકારો, રાજકારણીઓ અને અન્ય લોકોનાં ફોન ભારતમાં હેક થયા હતા અને આ માટે ભારત સરકારે ઇઝરાઇલની કંપની એનએસઓ ગ્રુપનાં હેકિંગ સોફ્ટવેર પેગાસુસનો ઉપયોગ કર્યો હતો.

જમ્મુ-કાશ્મીર / શોપિયાંમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, લશ્કરનો ટોચનો કમાન્ડર ઠાર

આપને જણાવી દઈએ કે, Pegasus એક સ્પાઇવેર છે, જે આઇફોન અને Android ઉપકરણોને હેક કરી શકે છે. આની મદદથી, મૈલવેયર મોકલનાર વ્યક્તિ તે ફોનમાં હાજર મેસેજ, ફોટા અને ઇમેઇલ્સ પણ જોઈ શકે છે. આટલું જ નહીં, આ સોફ્ટવેર તે ફોન પર આવતા કોલ્સને રેકોર્ડ પણ કરી શકે છે. આ સોફ્ટવેરની મદદથી, ફોનનું માઇક ગુપ્ત રીતે સક્રિય થઈ શકે છે.