કોરોનાના કહેર હજુ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો દેશ દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ હવે તેનો કહેર ફરી જોવા મળી રહ્યું છે. રાજ્યના બનાસકાંઠા જીલ્લાના થરાદમાં એક સાથે 20 BSF ના જવાન પોઝિટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ આ તમામ જવાનોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે આ તમામ જવાનોને થરાદની મોર્ડન સ્કૂલમાં જવાનોને આઇસોલેટ કરાયા છે. જવાનોને કોરોના થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.
ઉલ્લેખનીય કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 33 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 71 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.72 ટકા થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું છે.
આ પણ વાંચો :ગુજરાત યુનિવર્સિટીએ કોરોનાકાળમાં ભરી તીજોરી, કરોડોની કરી આવક
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 493ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 924 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 493 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 488 દર્દીની હાલત સ્થિર છે.
આ પણ વાંચો : ત્રણ માળનું મકાન તાશના પત્તાની જેમ થયું ધરાશાયી, માંડ બચ્યા બે પરિવારના સભ્યો
ભારતમાં કોરોનાની બીજી લહેર હજુ ટળી નથી. ત્રીજી લહેરનો ખતરો વધ્યો છે. દેશમાં બે દિવસ બાદ ફરીથી કોરોનાના 40 હજારથી વધારે નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,157 નવા કેસ નોંધાયા હતા અને 518 સંક્રમિતોના મોત થયા હતા. આ પહેલા શનિવારે 38,079 કેસ અને શુક્રવારે 38,949 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં 42,004 લોકો કોરોનાથી ઠીક થયા છે, એટલે કે એક્ટિવ કેસમાં 1364નો ઘટાડો થયો છે.
આ પણ વાંચો :રીંગણના ભાવ ગગડતા થાનના ચોરવીરાના ખેડૂતે ટ્રેક્ટર ભરીને રીંગણ ફેંકી દીધા
