Not Set/ Jio ની આ ઓફર જાણી ચોંકી જશો આપ, તમારા ચાલુ પ્લાન ઉપરાંત મળશે 2 GB ડેટા, જાણો પૂરી વિગત

જિઓ કંપનીનું માનવું છે કે કોરોનાવાયરસ જેવા ભયંકર રોગચાળાનાં સમયમાં આ ફ્રી ઇન્ટરનેટ ડેટા લોકોને મોટી રાહત આપશે. જિઓ કંપનીએ અગાઉ પણ આવી ઓફર આપી હતી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જિઓ કંપનીએ આ ઓફર આપી હતી, જેમાં યુઝર્સને દરરોજ 2 જીબી ઇન્ટરનેટ ડેટા મફત મળી રહ્યો હતો પરંતુ તે સમયે આ ઓફરની માન્યતા માત્ર 4 દિવસની […]

Tech & Auto
6742cf6bba44b9ef704f2a0e95718927 Jio ની આ ઓફર જાણી ચોંકી જશો આપ, તમારા ચાલુ પ્લાન ઉપરાંત મળશે 2 GB ડેટા, જાણો પૂરી વિગત

જિઓ કંપનીનું માનવું છે કે કોરોનાવાયરસ જેવા ભયંકર રોગચાળાનાં સમયમાં આ ફ્રી ઇન્ટરનેટ ડેટા લોકોને મોટી રાહત આપશે. જિઓ કંપનીએ અગાઉ પણ આવી ઓફર આપી હતી. એપ્રિલ મહિનાની શરૂઆતમાં જિઓ કંપનીએ આ ઓફર આપી હતી, જેમાં યુઝર્સને દરરોજ 2 જીબી ઇન્ટરનેટ ડેટા મફત મળી રહ્યો હતો પરંતુ તે સમયે આ ઓફરની માન્યતા માત્ર 4 દિવસની હતી.

હવે આ વખતે ફરીથી, જિઓ કંપનીએ તે જ ઓફર આપી છે, પરંતુ આ વખતે જિઓ કંપની દરરોજ 2 જીબી ઇન્ટરનેટ ડેટા 5 દિવસની માન્યતા સાથે મફત આપી રહી છે. OnlyTech ફોરમ પર ઘણા લોકોએ પોસ્ટ કરીને માહિતી આપી છે કે તેમના હાલનાં પ્લાનમાં, દરરોજ 2 જીબી ઇન્ટરનેટ ડેટા મફત આપવામાં આવ્યો છે. આ સિવાય ઘણા યુઝર્સે 2 જીબી હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટા મેળવવા વિશેની માહિતી પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તેની વેલિડિટી 5 દિવસની છે. આ બતાવે છે કે Jio કંપની 5 દિવસોમાં દરરોજ 2-2 જીબી ડેટા આપી કુલ 10 જીબી ઇન્ટરનેટ ડેટા મફતમાં આપી રહી છે.

જો કે, આ નિઃશુલ્ક ઇન્ટરનેટ ડેટાને ક્રેડિટ કરવા માટે કંપની દ્વારા કોઈ નિયમો બનાવવામાં આવ્યા નથી. હજી સુધી, જિઓ કંપનીની આ ઓફરની કોઈ પેટર્ન જાણી શકાઇ નથી કે કયા યુઝર્સને 5 દિવસ માટે દરરોજ 2 જીબી ડેટા આપી રહી છે. આપને જણાવી દઇએ કે, તમારા હાલનાં પ્લાનમાં જે ઇન્ટરનેટ ડેટા છે તે સિવાય આ 2 જીબી ઇન્ટરનેટ ડેટા પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.