Not Set/ Jio પોતાના ગ્રાહકને 31 માર્ચ બાદ પણ આપી શકે છે. ફ્રી ડેટા, જાણો કેવી રીતે મળશે આનો લાભ

નવી દિલ્હીઃ સતત ચાર મહિનાથી રિલાન્સ જીઓએ ટેલિકોમ સેક્ટરમાં પોતાનો દબદબો ઉભો કર્યો છે. તેને ટકાવી રાખવા માટે તે આવનારા સમયમાં પોતાના ગ્રાહકો માટે નવી જહેરાત કરી શકે છે. જોકે ચર્ચા એવી છે કે, કંપની જેવા રૂપિયા લેવાનું શરૂ કરશે કે તરત જ ગ્રાહકોની સંખ્યા ઘટતી જશે પરંતુ એવી શક્યતા દર્શાવામાં આવી રહી છે કે, […]

Uncategorized
Jio SIM Cards Preview Welcome Offer Jio પોતાના ગ્રાહકને 31 માર્ચ બાદ પણ આપી શકે છે. ફ્રી ડેટા, જાણો કેવી રીતે મળશે આનો લાભ

નવી દિલ્હીઃ સતત ચાર મહિનાથી રિલાન્સ જીઓએ ટેલિકોમ સેક્ટરમાં પોતાનો દબદબો ઉભો કર્યો છે. તેને ટકાવી રાખવા માટે તે આવનારા સમયમાં પોતાના ગ્રાહકો માટે નવી જહેરાત કરી શકે છે. જોકે ચર્ચા એવી છે કે, કંપની જેવા રૂપિયા લેવાનું શરૂ કરશે કે તરત ગ્રાહકોની સંખ્યા ઘટતી જશે પરંતુ એવી શક્યતા દર્શાવામાં આવી રહી છે કે, કંપની મફત સેવાઓ ૩૧ માર્ચથી પણ આગળ વધારી શકે છે.

આમ તો કંપનીએ પહેલા પ્રિપેઇડ અને પોસ્ટ પેઇડ પ્લાનનો ખુલાસો કર્યો છે. અત્યારે કંપનીની ડેટા અને વોઇસ કોલ સહિત બધી સેવાઓ માર્ચ ર૦૧૭ સુધી મફત છે.

મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર ર૦૧૬માં પોતાની ૪જી સેવા શરૂ કરી હતી. સપ્ટેમ્બરમાં રિલાયન્સ જીયો નામથી મફત ૪જીબી ડેટા સાથે સીમ રજુ કર્યુ હતુ. પહેલા ફ્રી કોલીંગ અને ફ્રી અનલીમીટેડ મોબાઇલ ડેટાની ઓફર ડિસેમ્બરના અંત સુધી અને પછી વધારીને ૩૧ માર્ચ સુધી કરી હતી.

૩૧ ડિસેમ્બરના રોજ વેલકમ ઓફર સમાપ્ત થયા બાદ જીયોના ગ્રાહક હેપી ન્યુયર ઓફરનો ફાયદો લઇ રહ્યા છે. ઓફર હેઠળ યુઝર્સ રોજ વધુ ઝડપમાં જીબી ડેટાનો ઉપયોગ વિનામૂલ્યે કરી રહ્યા છે.

જે રીતે ટેલીકોમ કંપનીઓ વચ્ચે પ્રાઈસ વોર છેડાયુ છે તે જોતા જીયો પોતાનો દબદબો વધારવા અને જાળવી રાખવા માટે ફ્રી સેવાને કેટલાક મહિનાઓ માટે આગળ વધારી શકે છે.