Not Set/ Jio પ્લેટફોર્મમાં ઇન્ટેલ કેપિટલનું 1,894 કરોડનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઋણમુક્ત થયા પછી પણ મુકેશ અંબાણીનાં જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણ ચાલુ છે. 12 રોકાણકારો દ્વારા જિઓ પ્લેટફોર્મ્સમાં 25.09% ઇક્વિટી માટે 1,17,588.45 લાખ કરોડનું નિવેશ થઇ ચુક્યું છે. શુક્રવારે, અમેરિકન ઇન્ટેલ કેપિટલે 0.39% ઇક્વિટી માટે જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ.1,894.5 કરોડનાં રોકાણની ઘોષણા કરી. ઇન્ટેલ શ્રેષ્ઠ કોમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે વિશ્વભરમાં જાણીતું છે. જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ 22 […]

Business

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઋણમુક્ત થયા પછી પણ મુકેશ અંબાણીનાં જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણ ચાલુ છે. 12 રોકાણકારો દ્વારા જિઓ પ્લેટફોર્મ્સમાં 25.09% ઇક્વિટી માટે 1,17,588.45 લાખ કરોડનું નિવેશ થઇ ચુક્યું છે. શુક્રવારે, અમેરિકન ઇન્ટેલ કેપિટલે 0.39% ઇક્વિટી માટે જિઓ પ્લેટફોર્મ્સમાં રૂ.1,894.5 કરોડનાં રોકાણની ઘોષણા કરી.

ઇન્ટેલ શ્રેષ્ઠ કોમ્પ્યુટર ચિપ્સ બનાવવા માટે વિશ્વભરમાં જાણીતું છે. જિયો પ્લેટફોર્મ્સમાં રોકાણ 22 એપ્રિલનાં રોજ ફેસબુકથી શરૂ થયું હતું, ત્યારબાદ સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાડલા અને સિલ્વર લેક દ્વારા વધુ રોકાણો કરવામાં આવ્યા હતા. બાદમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (એડીઆઈએ), ટીપીજી, એલ કેટરટન અને પીઆઈએફ દ્વારા આ રોકાણની જાહેરાત કરવામાં આવી હતી.

જિઓ પ્લેટફોર્મ્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની “સંપૂર્ણ માલિકીની પેટા કંપની” છે. તે એક “નેક્સ્ટ જનરેશન” ટેકનોલોજી કંપની છે જે ભારતને ડિજિટલ સમાજ બનવામાં મદદ કરી રહી છે. આ માટે, જિઓની ફ્લેગશિપ ડિજિટલ એપ્લિકેશન, ડિજિટલ ઇકોસિસ્ટમ અને ભારતનાં નંબર 1 હાઇ-સ્પીડ કનેક્ટિવિટી પ્લેટફોર્મને એક સાથે લાવવાનું કામ કરી રહી છે. રિલાયન્સ જિઓ ઇન્ફોકોમ લિમિટેડ, જે 388 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવે છે, તે જિઓ પ્લેટફોર્મ લિમિટેડની “હોલ્લી ઓન્ડ સબ્સિડિયરી” બની રહેશે.

ઇન્ટેલ કેપિટલ ઇનોવેટિલ કંપનીઓમાં વિશ્વસ્તર પર નિવેશ કરવાની સાથે ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5 જી જેવા ટેક્નોલોજી સેક્ટરમાં કાર્યરત છે, જેમાં જિયો પણ નવીન કંપનીઓમાં વૈશ્વિક સ્તરે રોકાણો કરે છે. ઇન્ટેલ કેપિટલ એ ઇન્ટેલ કોર્પોરેશનનું રોકાણ શાખા છે. ઇન્ટેલ ભારતમાં બે દાયકાથી કાર્યરત છે અને આજે હજારો કર્મચારીઓ બેંગ્લોર અને હૈદરાબાદમાં અત્યાધુનિક ડિઝાઇન સુવિધાઓ સાથે કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.