Not Set/ J&K GREF કેમ્પ પર આતંકવાદી હૂમલો, 3 કર્મચારીના મોત

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં એલઓસી પાસે બટાલ ગામ પાસે જનરલ રિઝર્વ ઇન્જિનિયરિંગ ફોર્સ કેમ્પ પર આંતકવાદી હૂમલો થયો હતો. આ હૂમલો એલઓસીથી નજીક વિસ્તારમાં આવેલા કેમ્પ પર રાતે 1 થી 2 વાગ્યની વચ્ચે થયો હતો. આ હૂમલામાં 3 કર્મચારીઓની મોતની માહિતી મળી છે. આ ત્રણેય જીઆરઇએફ માટે કામ કરી રહેલા મજદૂર હોવાનું જણાવવામાં […]

Uncategorized
J&K GREF કેમ્પ પર આતંકવાદી હૂમલો, 3 કર્મચારીના મોત

નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરના અખનુર સેક્ટરમાં એલઓસી પાસે બટાલ ગામ પાસે જનરલ રિઝર્વ ઇન્જિનિયરિંગ ફોર્સ કેમ્પ પર આંતકવાદી હૂમલો થયો હતો. આ હૂમલો એલઓસીથી નજીક વિસ્તારમાં આવેલા કેમ્પ પર રાતે 1 થી 2 વાગ્યની વચ્ચે થયો હતો. આ હૂમલામાં 3 કર્મચારીઓની મોતની માહિતી મળી છે. આ ત્રણેય જીઆરઇએફ માટે કામ કરી રહેલા મજદૂર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. કેમ્પની અંદર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.  હાલમાં ફાયરિંગ બંધ છે. આતંકવાદીઓની છુપાયેલા હોવાની શંકાને ધ્યાનમાં રાખીને સુરક્ષાબળો સતર્ક છે.

ડિફેન્સ પીઆરઓ મનીષ મહેતાએ કહ્યું કે, રાતે 1:15 વાગ્યે આ હૂમલો થયો હતો જેમા ત્રણ કર્મચારીઓના મોત થયા હતા. સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલી રહ્યું છે.

સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે. હાલમાં કેમ્પની અંદર ફાયરિંગનો અવાજ નથી આવી રહ્યો. કાશ્મીરમાં સૈનાના તમામ કેમ્પોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. GREF બોર્ડર રોડ ઓર્ગેનાઇજેશનનો ભાગ છે.