Not Set/ ટીખળખોરોએ કરી શ્વાન સાથે કરી એવી મશ્કરી કે માંડ માંડ બચ્યો જીવ…..જાણો શું થયું?

કેટલાક મેંદરડા વિસ્તારના જ પશુપ્રેમીઓએ શ્વાનને પકડીને એના મોઢામાંથી બરણી દૂર કરી જેથી શ્વાનને પણ અકળાવનારી અને આકરી સમસ્યામાંથી મુક્તિ અપાવી હતી.

Ajab Gajab News
ડોગી

જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારમાંથી એક શ્વાન નો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શ્વાન ના મોઢા પર પ્લાસ્ટિકની બોટલ ચડેલી જોવા મળે છે. આ વિડીયો જૂનાગઢના મેંદરડા વિસ્તારનો હોવાનું જાણવા છે. આખો દિવસ આ પ્રકારે યાતના ભર્યા સમયમાં વિતાવ્યા બાદ રાત્રીના સમયે શ્વાનને યાતના અને પ્લાસ્ટિકની બોટલ માંથી મુક્તિ મળી હતી.

ટીખળખોરો લોકોએ કરી શ્વાન સાથે મજાક – સ્વાનના મોઢા પર પ્લાસ્ટિકની બરણી ચડેલી હોય તેવો વિડિયો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જૂનાગઢ જિલ્લાના મેંદરડા વિસ્તારનો હોવાનું અનુમાન છે  પરંતુ, કોઈ ટીખળખોરો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું હશે તેને નકારી શકાય તેમ નથી. વધુમાં સ્વાન કોઈ ખોરાકની શોધમાં પણ બરણીમાં મોઢું નાખ્યું હશે તેવી શક્યતા પણ બની શકે છે. જે પ્રકારે બરણી ખાલી જોવા મળે છે તે સ્પષ્ટ દર્શાવી આપે છે કે, આ કોઈ ટીખળખોરોની યુક્તિ પ્રયુક્તિ શ્વાનને હેરાન અને પરેશાન કરવા પાછળની હશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ક્યારે શ્વાનને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી – સમગ્ર દિવસ દરમિયાન મોઢા પર બરણી લઈને શ્વાન ફરતું હતું. તેને છેક રાત્રીના સમયે કેટલાક મેંદરડા વિસ્તારના જ પશુપ્રેમીઓએ શ્વાનને પકડીને એના મોઢામાંથી બરણી દૂર કરી જેથી શ્વાનને પણ અકળાવનારી અને આકરી સમસ્યામાંથી મુક્તિ અપાવી હતી. જો આ શ્વાન કોઈ ખોરાકની શોધમાં પોતાનું મોઢું બરણીમાં ફસાવ્યું હોય તો બરણીમાં ખાવા લાયક કોઈ ખોરાક જોવા મળે. પરંતુ, બરણી બિલકુલ સાફ ચોખ્ખી અને ખાલી છે એટલે વિડીયો પરથી એવું પણ કહી શકાય કે આ કોઈ ટીખળખોરો લોકોનો શ્વાન પ્રત્યેનો  અહોભાવ હશે કે તેને આ પ્રકારની મુશ્કેલીમાં નાખીને વિકૃત મજા મેળવી હશે.તેવા અનેક સવાલો આ દ્રશ્ય જોઇને થઇ રહ્યા છે.

આ પણ વાંચો : 52 અઠવાડિયાનાં નીચલા સ્તરે સેન્સેક્સ : રૂ.5 લાખ કરોડનું નુકસાન