Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડી પ્રોફેસર સામેનો જ્યુડિશિયલ રિપોર્ટ સબમિટ

ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સબમિટ કરાયો

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના કૌભાંડી પ્રોફેસર સામેનો રિપોર્ચ સબમિટ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના 16 કરોડના કૌભાંડ મામલે આ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં આ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં પ્રોફેસર કમલજીત લખતરીયા આરોપી સાબિત થયા છે. તેમની સામે MOUની રકમની 16 કરોડની ઉચાપતના આક્ષેપ થયા હતા. તેમની સામે એનિમેશન ડિપાર્ટમેન્ટના 16 કરોડ રૂપિયાની ઉચાપતના આક્ષેપ થયા હતા. આરોપી પ્રોફેસરે તેમની પત્ની, સગા-સંબંધીઓના ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરી હતી.

તે સિવાય નોલેજ પાર્ટનરને પણવધારાના રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ઉપરાંત જ્યુડિશિયલ કમિટીની તપાસમાં આર્થિક વ્યવહાર થયા હોવાનું ખુલ્યું હતું. હવે યુનિવર્સિટી પ્રોફેસરને લીગલ ઓપીનીયન લઇ શો કોઝ નોટિસ ફટકારશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત સુપરફાસ્ટ ટ્રેનના પેસેન્જર્સને અધવચ્ચે ઉતારાયા

આ પણ વાંચો:ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના

આ પણ વાંચો:ગુજરાતમાં એક જ દિવસમાં આઠ અકસ્માતમાં 9ના મોત અને 11ને ઇજા