રાજ્યમાં આત્મહત્યાના બનાવ દિવસે ને દિવસે વઘી રહ્યા છે. લોકોમાં સહનશીલતા જેવું કઈ રહ્યું જ હોય તેવું લાગી રહ્યું છે. આત્મહત્યાની ઘટના હવે જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આવામાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. જૂનાગઢમાં આઘેડે તળાવમાં ઝંપલાવીને મોતને વહાલુ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવમાં પડી આઘેડે મોતને વહાલુ કર્યું છે. જો કે હજુ સુધી જાણવા નથી મળ્યું કે આધેડે કયા કારણોસર મોતને વહાલું કર્યું છે. આ મામલે લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી.પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે અવારનવાર આત્મહત્યાના બનાવ સામે આવતા રહે છે. આ પહેલા અમદાવાદ અને વડોદરામાં આત્મહત્યાની ઘટના સામે આવી હતી. જેમાં બિમારીના કારણે અમદાવાદમાં મહિલા જ્યારે વડોદરામાં યુવકે આત્મહત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
