Not Set/ ગુજરાત પોલીસ/ હવે દેખાશે નવા લુકમાં, ઉચ્ચાધિકારીઓની ગણવેશ કમિટીની બેઠકમાં નિર્ણય

સામાન્ય રીતે ખાખી વર્દીમાં જોવા મળતી ગુજરાત પોલીસ હવે નવા યુનિફોર્મમાં દેખાશે. આજે ઉચ્ચ અધિકારીઓની ગણવેશ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં અવ્યો છે.  નવા વર્ષમાં ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તથા બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોર્ડ અલગ રંગના જ યુનિફોર્મમાં  જોવા મળશે લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હે.કો. સંવર્ગના પુરુષ તથા મહિલા પોલીસ કર્મચારીઓના બેલ્ટના […]

Gujarat Others

સામાન્ય રીતે ખાખી વર્દીમાં જોવા મળતી ગુજરાત પોલીસ હવે નવા યુનિફોર્મમાં દેખાશે. આજે ઉચ્ચ અધિકારીઓની ગણવેશ કમિટીની બેઠકમાં આ નિર્ણય કરવામાં અવ્યો છે.  નવા વર્ષમાં ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તથા બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોર્ડ અલગ રંગના જ યુનિફોર્મમાં  જોવા મળશે

લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ અને હે.કો. સંવર્ગના પુરુષ તથા મહિલા પોલીસ કર્મચારીઓના બેલ્ટના બકલની ડિઝાઇનમાં જૂની સાંકળવાળા બકલના સ્થાને નવા બેલ્ટ આપવામાં આવશે. જેની ચોક્કસ સાઇઝ અને કલર પણ નક્કી કરવામાં આવશે.

પોલીસ કર્મચારીઓના  ગણવેશ ઉપર તેમનો બકલ  નંબર અને યુનિટનુ નામ દૂરથી સ્પષ્ટ વાંચી શકાય તેવી પ્લેટ રાખવામાં આવશે. બાંય ઉપર લોગો સાથે એમ.ટી, વાઇયરલેસ, શેવરોન વિગેરે લગાડવા અંગે પણ ચર્ચા કરવામાં આવી છે. ટ્રાફીક પોલીસ કર્મચારીઓને ગરમીમાં રાહત મળે તે માટે બેઝ બોલ ટાઇપની બ્લ્યુ કેપ અને તેના ઉપરનો લોગો પણ નક્કી કરવામાં આવશે.

ગુજરાત પોલીસના નવા લોગોને યુનિફોર્મ ઉપર લગાડેવા માટે યુનિફોર્મ આર્ટીકલ તરીકે દાખલ કરવા તેમજ તેનો સ્કેલ અને મુદત  નક્કી કરવા પણ ચર્ચા વિચારણા થઇ હતી.

અમદાવાદ:/ ગુજરાત પોલીસને મળશે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’નું સન્માન

હાલ માં જ ગુજરાત પોલીસને ડીપાર્ટમેન્ટના સૌથી મોટા એવોર્ડ ‘પ્રેસિડેન્ટ’સ કલર્સ’ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી હતી. જે અંગે નિવેદન આપતા DGP શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, જેના થકી પોલસને મળશે કલર ફ્લેગ. આ એવોર્ડ એ ગુજરાત પોલીસ માટે ખુબજ મોટું ગૌરવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.