Not Set/ જૂનાગઢ : કેશોદમાં એક જ રાતમાં તસ્કરોએ  બે ગોડાઉનમાં મચાવ્યો તરખાટ

જૂનાગઢના કેશોદમાં એક જ રાતમાં તસ્કરોએ તરખાટ મચાવીને બે ગોડાઉનમાં ખાતર પાડ્યું હતું. મોટર સાયકલના શો-રૂમ તથા એક જાણીતી નમકીન કંપનીના ગોડાઉનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા. હીરો મોટર્સ અને બાલાજી વેફર્સના ગોડાઉનમાં  તસ્કરોએ મોડી રાત્રે હાથ ફેરો કર્યો હતો પરંતુ રોકડ રકમ ના મળતા ચાલતી પકડી હતી જેથી અજાણ્યા શખ્સોએ બાઈકના શો-રૂમમાં તોડફોડ કરી […]

Top Stories Gujarat Others

જૂનાગઢના કેશોદમાં એક જ રાતમાં તસ્કરોએ તરખાટ મચાવીને બે ગોડાઉનમાં ખાતર પાડ્યું હતું. મોટર સાયકલના શો-રૂમ તથા એક જાણીતી નમકીન કંપનીના ગોડાઉનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા.

હીરો મોટર્સ અને બાલાજી વેફર્સના ગોડાઉનમાં  તસ્કરોએ મોડી રાત્રે હાથ ફેરો કર્યો હતો પરંતુ રોકડ રકમ ના મળતા ચાલતી પકડી હતી

જેથી અજાણ્યા શખ્સોએ બાઈકના શો-રૂમમાં તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બન્ને દુકાનોમાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી ત્રાટકી હોવાનું જાણવા મળે છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને ઘરફોડિયાઓને ઝડપી લેવા કવાયત આરંભી છે.  સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ હાથ  ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.