Interesting/ લોન્ચ થયાને માત્ર 3 દિવસ થયા અને PUBG: New State ગેમને 1 કરોડથી વધુ લોકોએ કરી ડાઉનલોડ

યુઝર્સ PUBG ને લઈને એટલા ઉત્સાહિત હતા કે તેના લોન્ચિંગ પહેલા જ PUBG: New State ને ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર બંને પર 40 મિલિયન પ્રી-રજીસ્ટ્રેશન મળ્યા હતા.

Tech & Auto
PubG New State

ભવિષ્યની Game હોવાનુ કહેવાતી PBUG New State એક એવી રમત છે જેને લઇને દુનિયાભરનાં લોકો ઉત્સાહિત છે. વળી આપણા દેશ ભારતની વાત કરીએ તો અહી ફરી એકવાર PUBG મોબાઈલ ગેમની એન્ટ્રી થઈ ગઇ છે. સાઉથ કોરિયાની ગેમ ડેવલપર કંપની ક્રાફ્ટને હાલમાં જ નવી ગેમ PUBG: New State લોન્ચ કરી છે. નવી ગેમને ભારત સહિત 200 દેશોમાં લાવવામાં આવી છે. ભારતમાં આ Game ને યુઝર્સ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર પર 10 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. ગેમ લોન્ચ થયાને માત્ર 3 દિવસ જ થયા હતા.

PubG New State

આ પણ વાંચો – T20 World Cup / આવી રીતે કોણ મનાવે જશ્ન? ઓસ્ટ્રેલિયાનાં ખેલાડીઓએ જીત બાદ જુતામાં નાખી પીધો દારૂ, Video

આપને જણાવી દઈએ કે, યુઝર્સ PUBG ને લઈને એટલા ઉત્સાહિત હતા કે તેના લોન્ચિંગ પહેલા જ PUBG: New State ને ગૂગલ પ્લે અને એપલ એપ સ્ટોર બંને પર 40 મિલિયન પ્રી-રજીસ્ટ્રેશન મળ્યા હતા. PUBG: New State એ ફ્રી-ટુ-પ્લે મોબાઇલ ગેમ છે જે 17 વિવિધ ભાષાઓને સપોર્ટ કરે છે. કંપનીએ કહ્યું કે, નવી ગેમનો ઉદ્દેશ્ય અસલ ગેમપ્લે ફીચર્સ (જેમ કે વેપન કસ્ટમાઇઝેશન, ડ્રોન સ્ટોર અને યુનિક પ્લેયર રિક્રુટમેન્ટ સિસ્ટમ) દ્વારા બેટલ રોયલ થીમને આગળ વધારવાનો છે. PUBG: New State દ્વારા, કંપનીએ તેની લોકપ્રિય ગેમ PUBG મોબાઈલનું ભવિષ્ય બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ રમત 2051 માં સેટ કરવામાં આવી છે, જેમાં નવા નકશા, નવા શસ્ત્રો, નવી યોજનાઓ અને મોલ અને મલ્ટી-સ્ટોર બિલ્ડીંગ જેવી મોટી શહેરી રચનાઓ છે. આ ગેમમાં રિમોટ કંટ્રોલ ડ્રોન, બેલિસ્ટિક શિલ્ડ, નિયોન સાઇટ્સ અને “કોમ્બેટ બેલેન્સિંગ ક્ષમતા” જેવા નવા સાધનો છે. આ ઉપરાંત, બુલેટ-મીટર HUD (હેડ્સ અપ ડિસ્પ્લે) જેવા ઘણા નાના ફેરફારો પણ છે જે તમને બતાવે છે કે તમારી ક્લિપમાં કેટલી બુલેટ બાકી છે.

PubG New State

આ પણ વાંચો – Interesting / બાળકીનાં હાથમાં હતો મોબાઈલ અને અચાનક આવી ગયો વાંદરો, પછી જે થયુ તે જુઓ આ Video માં

PUBG ડાઉનલોડ કરવા શું કરવુ?

તમે તમારા Android ઉપકરણ પર Google Play Store પર જઈને PUBG New State રમવાનું શરૂ કરી શકો છો. PUBG New State ડાઉનલોડ કરવા માટે, Android યુઝર્સે ઓછામાં ઓછી 2GB RAM અને Android 6.0 અથવા તેનાથી ઉપરનાં OS વાળા ફોનની જરૂર પડશે. જ્યારે iOS યુઝર્સ પાસે ઓછામાં ઓછું iOS 13 ધરાવતું ઉપકરણ હોવું આવશ્યક છે. આ ગેમનું એન્ડ્રોઇડ વેરિઅન્ટ 1.4GB છે જ્યારે iOS વેરિયન્ટ 1.5GB છે.