Not Set/ કૈલાશ વિજયવર્ગીય સહિતનાં 350 ભાજપનાં નેતાઓ પર નોંધાયો કેસ, જાણો શું છે કારણ

ભારતીય જનતા પાર્ટીનાં મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ શંકર લલવાણી, ધારાસભ્ય રમેશ મેન્ડોલા અને શહેર પ્રમુખ ગોપીકૃષ્ણ નેમા સહિતનાં ભાજપનાં લગભગ 35૦ નેતાઓ વિરુદ્ધ ઈન્દોરમાં કેસ નોંધવામાં આવ્યો છે, આ બધા પર આક્ષેપ છે કે તેઓએ સંયોગીતા ગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 144 નું ઉલ્લંઘન અને શાંતિનો ભંગ કર્યો હતો જેના કારણે તેમના પર કેસ દાખલ […]

Top Stories India
Kailash Vijayvargiya 1 કૈલાશ વિજયવર્ગીય સહિતનાં 350 ભાજપનાં નેતાઓ પર નોંધાયો કેસ, જાણો શું છે કારણ

ભારતીય જનતા પાર્ટીનાં મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સાંસદ શંકર લલવાણી, ધારાસભ્ય રમેશ મેન્ડોલા અને શહેર પ્રમુખ ગોપીકૃષ્ણ નેમા સહિતનાં ભાજપનાં લગભગ 35૦ નેતાઓ વિરુદ્ધ ઈન્દોરમાં કેસ નોંધવામાં આવ્યો છે, આ બધા પર આક્ષેપ છે કે તેઓએ સંયોગીતા ગંજ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 144 નું ઉલ્લંઘન અને શાંતિનો ભંગ કર્યો હતો જેના કારણે તેમના પર કેસ દાખલ કરાયો છે.

નોંધપાત્ર વાત એ છે કે, ભારતીય જનતા પાર્ટીનાં મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયની આગેવાની હેઠળ ભાજપનાં નેતાઓએ બે દિવસ પહેલા પરવાનગી વિના રેસીડેન્સી વિસ્તારમાં કમિશનર બંગલા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, ઇન્દોરનાં એસડીએમ અને તહસીલદારે પોલીસ મથકે ભાજપનાં નેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપનાં મહાસચિવ કૈલાસ વિજયવર્ગીય અને સાંસદ શંકર લાલવાણી સહિતનાં ભાજપનાં સેંકડો નેતાઓએ કલમ 144 નું ઉલ્લંઘન કર્યુ છે અને કાયદો હાથમાં લીધો છે.

જ્યારે ભાજપનાં નેતાઓનું કહેવું છે કે, કોંગ્રેસ પક્ષનાં હાઈકમાન્ડનાં નિર્દેશન બાદ જ કૈલાસ વિજયવર્ગીય પર આ કાર્યવાહી કરવામાં આવી છે, અમે હજી સુધી કોઈ કાયદો તોડ્યો નથી, જોકે હજી સુધી ઈન્દોર અને કોંગ્રેસનાં પોલીસ અધિકારી તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.