Bollywood/ કાજોલે મમ્મી તનુજાના 78મા બર્થ ડેનેબનાવ્યો યાદગાર, કેક પર લખાવ્યા તેમની ફિલ્મોના નામ

તનુજાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમણે 1960માં આવેલી ફિલ્મ ‘છબીલી’ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

Photo Gallery
Untitled 295 કાજોલે મમ્મી તનુજાના 78મા બર્થ ડેનેબનાવ્યો યાદગાર, કેક પર લખાવ્યા તેમની ફિલ્મોના નામ

બોલિવુડના પીઢ અભિનેત્રી તનુજાનો ગુરુવારે 78મો જન્મદિવસ હતો. તનુજાએ પોતાનો જન્મદિવસ દીકરીઓ કાજોલ અને તનિષા મુખર્જી સાથે ઉજવ્યો હતો. તનુજાના બર્થ ડેને બંને દીકરીઓએ મળીને ખાસ બનાવ્યો હતો અને તેની ઝલક સોશિયલ મીડિયા પર બતાવી હતી.

Untitled 290 કાજોલે મમ્મી તનુજાના 78મા બર્થ ડેનેબનાવ્યો યાદગાર, કેક પર લખાવ્યા તેમની ફિલ્મોના નામ

કાજોલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વિડીયો શેર કર્યો હતો. જેમાં તનુજા ખુરશીમાં બેઠેલા જોવા મળે છે અને વેઈટર તેમના માટે શેમ્પેઈનની બોટલ ખોલી રહ્યો છે. બેકગ્રાઉન્ડમાં કાજોલ ‘હેપી બર્થ ડે’ ગાઈ રહી છે. આ જોઈને તનુજાના ચહેરા પર સ્મિત આવી જાય છે.

Untitled 291 કાજોલે મમ્મી તનુજાના 78મા બર્થ ડેનેબનાવ્યો યાદગાર, કેક પર લખાવ્યા તેમની ફિલ્મોના નામ

કાજોલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે. જેમાંથી એકમાં તનુજા પર તેમની બંને દીકરીઓ વહાલ વરસાવતી જોવા મળે છે. કાજોલે આ તસવીર શેર કરતાં લખ્યું, “પ્રેમ અને ખુશી હંમેશા શ્રેષ્ઠ ફિલ્ટર સાબિત થાય છે.” બીજી તસવીરમાં કાજોલે ભોજનની ઝલક બતાવી છે.

Untitled 292 કાજોલે મમ્મી તનુજાના 78મા બર્થ ડેનેબનાવ્યો યાદગાર, કેક પર લખાવ્યા તેમની ફિલ્મોના નામ

તનુજાના બર્થ ડે પર કાજોલ અને તનિષાએ ખાસ કેક તૈયાર કરાવી હતી. કેકની ઉપર તનુજાની વિવિધ ફિલ્મોના નામ લખેલા હતા અને વચ્ચે હેપી બર્થ ડે લખવામાં આવ્યું હતું.

Untitled 293 કાજોલે મમ્મી તનુજાના 78મા બર્થ ડેનેબનાવ્યો યાદગાર, કેક પર લખાવ્યા તેમની ફિલ્મોના નામ

તનુજાની નાની દીકરી તનિષાએ પણ બર્થ ડે સેલિબ્રેશનની જ તસવીર શેર કરીને મમ્મીને શુભેચ્છા પાઠવી હતી. તનિષાએ લખ્યું, “હેપી બર્થ ડે મારી ડાર્લિંગ મમ્મી. કાજોલ આ શક્ય બનાવા માટે આભાર.”

Untitled 294 કાજોલે મમ્મી તનુજાના 78મા બર્થ ડેનેબનાવ્યો યાદગાર, કેક પર લખાવ્યા તેમની ફિલ્મોના નામ

ઉલ્લેખનીય છે કે, તનુજાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. તેમણે 1960માં આવેલી ફિલ્મ ‘છબીલી’ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મોમાં અભિનયનો જાદુ પાથર્યો હતો.