Controversy/ પોતાને દુનિયાની શ્રેષ્ઠ અભિનેત્રી બતાવવા પર કંગના થઇ રહી છે ટ્રોલ

અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મો કરતાં વધારે તેના સ્પષ્ટ અને વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં બની રહે છે.

Entertainment
PICTURE 4 113 પોતાને દુનિયાની શ્રેષ્ઠ અભિનેત્રી બતાવવા પર કંગના થઇ રહી છે ટ્રોલ

અભિનેત્રી કંગના રનૌત તેની ફિલ્મો કરતાં વધારે તેના સ્પષ્ટ અને વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં બની રહે છે. હાલમાં જ કંગનાએ તેની આગામી બે ફિલ્મ ‘ધાકડ’ અને ‘થલાઇવી’ નાં પોતાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે અને પોતાને સૌથી સક્ષમ અભિનેત્રી તરીકે બતાવેલી છે.

કંગનાએ ટ્વિટ કરીને લખ્યું હતું- ‘મેસિવ ટ્રાન્સફોર્મેશન એલર્ટ, એક કલાકાર તરીકે હું જેટલી રેન્જ બતાવી શકું છું, આ ગ્લોબમાં કોઈ અન્ય અભિનેત્રીમાં હજી સુધી નથી. મારી પાસે લેયર્ડ પાત્રને રજૂ કરવા માટે મેરિલ સ્ટ્રીપ જેવી પ્રતિભા છે, જ્યારે એક્શન અને ગ્લેમર માટે ગલ ગડોટ જેવી પ્રતિભા છે. આ સાથે કંગનાએ બીજો ટ્વિટ કરીને લખ્યું છે કે- ‘હું ખુલ્લી ચર્ચા માટે તૈયાર છું, જો આ ગ્રહ પરની કોઈ અન્ય અભિનેત્રી મારા કરતા વધારે રેન્જ અને સારુ ક્રાફ્ટ બતાવી શકે, તો હું વચન આપું છું કે હું મારો અહમ ત્યાગ કરીશ ત્યા સુધી હુ તેના પર ગર્વનો સુખ લઇ શકુ છુ.’ કંગનાનાં આ બંને ટ્વિટ બાદ સોશિયલ મીડિયા યુઝર્સ તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે.

https://twitter.com/KanganaTeam/status/1359028812198129664?s=20

તાજેતરમાં ખેડૂત આંદોલન અંગે કરેલા તેમના ટ્વીટ્સને કારણે તે ઘણી ચર્ચામાં હતી. તે હંમેશાં સોશિયલ મીડિયા દ્વારા દરેક મુદ્દા પર પોતાની વાત રજૂ કરે છે અને કોઈ પણ મુદ્દે વિપક્ષને નિશાન બનાવવાનું ચૂકતી નથી. કંગના રનૌત આ દિવસોમાં ભોપાલમાં તેની આગામી ફિલ્મ ધાકડનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં કંગનાએ એક એજન્ટની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મમાં તે એક એક્શન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રજનીશ ઘઈ કરી રહ્યા છે અને સોહેલ મકલાઈ નિર્માતા છે. વળી કંગના દિગ્દર્શક એ.એલ. વિજયનાં નિર્દેશનમાં, તમિળનાડુનાં મુખ્ય પ્રધાન અને અભિનેત્રી જયલલિતાની બાયોપિક ‘થલાઇવી’ માં જયલલિતાની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય કંગના ડાયરેક્ટર સર્વેશ મેવાડની ફિલ્મ ‘તેજસ’ માં પાયલોટની ભૂમિકામાં જોવા મળશે.

નિધન / બોલિવૂડનાં આ અભિનેતાએ લીધો અંતિમ શ્વાસ, શોકમાં ડૂબી ઈન્ડસ્ટ્રી

Bollywood / ખેડૂતોને આતંકવાદી ગણાવતા કંગના સામે કર્ણાટકમાં પોલીસ ફરિયાદ દાખલ

Birthday / Happy birthday: અમૃતા સિંહના સૈફ અલી ખાન સાથે આ કારણે થયા હતા છૂટાછેડા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ