Not Set/ કન્નડ અભિનેતા સંચારી વિજયનું માર્ગ અકસ્માતનાં કારણે નિધન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તરફથી તાજેતરમાં એક ખરાબ સમાચાર બહાર આવ્યા છે. સમાચાર છે કે રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર કન્નડ અભિનેતા સંચારી વિજયનું નિધન થયું છે. વિજયે 14 જૂને 37 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

Entertainment
1 430 કન્નડ અભિનેતા સંચારી વિજયનું માર્ગ અકસ્માતનાં કારણે નિધન

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તરફથી તાજેતરમાં એક ખરાબ સમાચાર બહાર આવ્યા છે. સમાચાર છે કે રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર કન્નડ અભિનેતા સંચારી વિજયનું નિધન થયું છે. વિજયે 14 જૂને 37 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

પ્રથમ પુણ્યતિથિ / શું સુશાંત સિંહ રાજપૂતના જવાથી બોલીવુડની લોકપ્રિયતા ઓછી થઈ  છે ? 

સંચારી વિજયનું શનિવારે રાત્રે બેંગ્લોર નજીક માર્ગ અકસ્માત થયુ હતુ, જેમાં તેને ઘણી ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. સંચારી વિજયની સારવાર કરતા ડોકટરોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. જ્યારે તેના પરિવારે અભિનેતાનાં અંગોને દાન આપવાનો નિર્ણય કર્યો હતો. આ વિશે વાત કરતાં અભિનેતાનાં ભાઈ સિદ્ધેશે કહ્યું- ‘વિજયનું મગજ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું, તેથી અમે તેના અંગો દાન આપવાનું નક્કી કર્યું. સંચારી વિજય હંમેશા સમાજની સેવા કરવામાં માનતા હતા અને તેથી જ અમે તેમના અંગોનું દાન કરી રહ્યા છીએ. જણાવી દઈએ કે વિજયનું શનિવારે રાત્રે 11.45 વાગ્યે માર્ગ અકસ્માત થયુ હતુ. તે બાઇકની પાછળ બેઠો હતો અને રસ્તામાં પાણી હોવાના કારણે બાઇક લપસી ગઈ હતી. વિજયને માથાનાં ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક મગજની સર્જરી કરવામાં આવી હતી.

બોલિવૂડ / શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાએ પ્રથમ વખત તોડ્યું મૌન, ભૂતપૂર્વ પત્ની વિશે કર્યો સનસનાટી ભરેલો ખુલાસો

સંચારી વિજય લોકડાઉનમાં લોકોને મદદ કરવા આગળ આવ્યા હતા. તે યુસાયર ટીમ સાથે સંકળાયેલ હતા જે કોવિડથી સંક્રમિત લોકોને ઓક્સિજન પ્રદાન કરી રહી હતી, આપને જણાવી દઈએ કે, સંચારી વિજયે 2015 માં આવેલી ફિલ્મ ‘નાનુ અવાનલ્લા અવાલુ’થી પોતાની ઓળખ બનાવી હતી, જેના માટે તેમને રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. તે છેલ્લે ફિલ્મ એક્ટ 1978 માં જોવા મળ્યો હતો.

kalmukho str 8 કન્નડ અભિનેતા સંચારી વિજયનું માર્ગ અકસ્માતનાં કારણે નિધન