મંજૂરી/ ઉત્તર પ્રદેશમાં કાંવડ યાત્રાને મંજૂરી, ઉત્તરાખંડમાં યાત્રા પર પ્રતિબંધ

પરંપરાગત રીતે 25 જુલાઇથી શિવભક્તોની કાંવડ યાત્રા શરૂ થઈ રહી છે. જલાભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તો ઉત્તરાખંડ અને બિહાર રાજ્યોમાં જાય છે

Top Stories

ઉત્તરાખંડમાં કાવડ યાત્રા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે  યુપીમાં તેને મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાંવડ યાત્રાને મંજૂરી આપતી વખતે ઘણી સૂચનાઓ આપી છે. સીએમ યોગીની સૂચના એવા સમયે આવી છે જ્યારે પાડોશી રાજ્ય ઉત્તરાખંડમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાખંડ ડીજીપીએ ચેતવણી આપી છે કે કોઈ પણ કાવડ યાત્રીને રાજ્યમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહી. કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરાખંડના સીએમ ધામીએ કાંવડ યાત્રાને લઈને સીએમ યોગી સાથે પણ વાત કરી છે.

સીએમ યોગીએ કહ્યું કે પરંપરાગત રીતે 25 જુલાઇથી શિવભક્તોની કાંવડ યાત્રા શરૂ થઈ રહી છે. જલાભિષેક માટે મોટી સંખ્યામાં ભક્તો ઉત્તરાખંડ અને બિહાર રાજ્યોમાં જાય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોવિડ સમયગાળાને ધ્યાનમાં રાખીને, સંબંધિત રાજ્યો સાથે વાતચીત કર્યા પછી, યાત્રાને લગતી જરૂરી માર્ગદર્શિકા જારી કરવામાં આવે અને યાત્રા પૂર્ણ થવી જોઈએ.

 યાત્રા આ વર્ષે  26 જુલાઈથી શરૂ થઈ રહી છે. તેના એક દિવસ પહેલા શિવભક્તોની કાવડ યાત્રા શરૂ થશે. યોગી સરકાર પણ દર વર્ષે કાંવડિયા વિશેષ વ્યવસ્થા કરે છે આ માટે, તેમના સ્વાગતમાં હેલિકોપ્ટરથી પાણી, આરામની સુવિધાઓ, ફુલ વર્ષા પણ કરવામાં આવશે